નેશનલ

હોળીના રંગમાં કોરોનાનો ભંગ ! એક અઠવાડિયામાં કેસમાં ત્રણ ગણો વધારો

Text To Speech

હાલ હોળીના તહેવારને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. હોળીના આ તહેવારને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. ત્યારે આ તહેવારના રંગમાં કોરોના ભંગ પાડી શકે છે. દેશમાં ફરી એક વાર કોરોનાનો ખતરો રોળાઈ રહ્યો છે. એક અઠવાડિયામાં જ કોરોનાના કેસોમાં ત્રણ ઘણો વધારો થયો છે.

એક અઠવાડિયામાં કોરોનાના ત્રણ ઘણા કેસ વધ્યા

હોળીનો તહેવાર 8 ફેબ્રુઆરીએ દેશભરમાં ઉજવવામાં આવનાર છે. ત્યારે આ તહેવાર પહેલા ફરી એકવાર દેશમાં કોરોનાનું સંકટ વધ્યું છે. દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા એક અઠવાડિયામાં ત્રણ ગણા વધુ કેસ નોંધાયા છે.

કોરોનાના કેસ-humdekhengenews

દેશમાં કોરોનાની સંખ્યા 2 હજાર 791 થઈ

છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં 324 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 22 ફેબ્રુઆરીએ 95 કેસ નોંધાયા હતા, ત્યારબાદ કેસ સતત વધી રહ્યા છે. તે જ સમયે, શુક્રવારે દૈનિક નોંધાયેલ આંકડો 300 હતો, જે આજે 324 પર પહોંચી ગયો છે. આ નોંધાયેલા નવા કેસ બાદ દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 2 હજાર 791 થઈ ગઈ છે.

આ પણ વાંચો : તહેવારો પહેલાં ચેતી જજો રાજકોટવાસીઓ, આ ચીજવસ્તુઓ ખાવા લાયક નથી

Back to top button