યુક્રેનમાં રશિયન દળો દ્વારા બ્રાઝિલની સ્નાઈપર અને મોડલની હત્યા……
રશીયા-યુક્રેન યુદ્ધ: 39 વર્ષીય થાલિતા દો વાલેનું 30 જૂને યુદ્ધગ્રસ્ત દેશના ઉત્તર-પૂર્વીય ક્ષેત્રના ખાર્કિવ શહેર પર રશિયન મિસાઈલ હુમલામાં મૃત્યુ થયું હતું. આ હુમલામાં બ્રાઝિલના ભૂતપૂર્વ સૈનિક ડગ્લાસ બુરિગો જેઓ થલિતાને શોધવા બંકરમાં પાછા ગયા હતા તેઓનું પણ 40 વર્ષની ઉંમરે મૃત્યુ થયું હતું.
અન્ય લડવૈયાઓના જણાવ્યા મુજબ, પ્રથમ મિસાઇલ સ્ટ્રાઇક થયા પછી તે એકમાત્ર સૈનિક સભ્ય હતી. થલિતાને અગાઉના યુદ્ઘોનો અનુભવ હતો કારણ કે તેણીએ ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટ સામે લડાઇ કરી હતી. જેનો ઉલ્લેખ તેણીની યુટ્યુબ ચેનલ પર દસ્તાવેજીકૃત કર્યો હતો. તે સમય દરમિયાન, તેણીએ સ્નાઈપર તાલીમ મેળવી હતી કારણ કે તેણી ઇરાકના સ્વતંત્ર કુર્દિસ્તાન ક્ષેત્રના સશસ્ત્ર લશ્કરી દળો પેશમર્ગાસમાં જોડાઈ હતી.
થલીતાલનો જીવનકાળ
આ અનુભવને પુસ્તકમાં ફેરવવા માટે એક લેખક બ્રાઝિલના સૈનિક સાથે કામ કરી રહ્યો હતો. થલિતા કાયદાની વિદ્યાર્થી પણ હતી. તદ્ઉપરાંત તેણી એનજીઓ સાથે પશુ બચાવમાં પણ ભાગ લીધો હતો અને જ્યારે તે નાની હતી ત્યારે એક મોડેલ અને અભિનેત્રી તરીકે કામ કર્યું હતું. તેણીના ભાઈ થિયો રોડ્રિગો વિએરાએ તેણીને જીવન બચાવવા અને માનવતાવાદી મિશનમાં ભાગ લેવાની આ કામગીરીને ‘હીરા’ તરીકે વર્ણવી છે. તેણે જણાવ્યુ કે, થલિતા માત્ર ત્રણ અઠવાડિયા માટે યુક્રેનમાં હતી, જ્યાં તે બચાવકર્તા તેમજ શાર્પશૂટર તરીકે કામ કરતી હતી.
થલિતાની છેલ્લી ક્ષણો
યુક્રેનની રાજધાની કિવમાં બોમ્બ ધડાકામાં બચી ગયા પછી, થલિતાએ તેના પરિવારને સમજાવ્યું કે તે વધુ વાત કરી શકતી નથી કારણ કે રશિયન ડ્રોન દ્વારા મોબાઇલ ફોનની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે અને તે માત્ર તે ઠીક છે તે જણાવવા માટે ફોન કરશે. થાલિતા ખાર્કિવ શહેરમાં ગયા પછી ગયા અઠવાડિયે તેના પરીવારજનો સા છેલ્લી વખત વાત કરી હતી