ટ્રેન્ડિંગવર્લ્ડ

‘બહાદુર છોકરી’: સીરિયાની છોકરીના વાયરલ વિડીયો પર દુનિયાભરમાં થઈ રહી છે પ્રશંસા

તુર્કીના ભૂકંપે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. ગુજરાતમાં પણ 2001ના ભૂકંપે કેટલાય લોકોના જીવ લીધા હતા. ગુજરાતના એ કરુણ દ્રશ્યો નજર સામે આવતા જ હૃદય કંપી ઉઠે અને આંખોમાંથી દર્દ સાથે આંસુઓ નીકળી જાય એવી જ હાલત હાલમાં તુર્કી-સીરિયાની છે. આ વિસ્તાર દુનિયાનો સૌથી સક્રિય ભૂકંપ વિસ્તારમાંનો એક છે. સોમવારે આવેલ આ ભૂકંપે તૂર્કીની 1939ની યાદ અપાવી દીધી જયારે એરજિનકન પ્રાંતમાં 33 હજાર લોકોના મૃત્યુ થયા હતા.

આ પણ વાંચો:તુર્કીમાં ફરી 7.6 તીવ્રતાના ભૂકંપથી હાહાકાર, અત્યાર સુધીમાં 1300થી વધુ લોકોના મોત

ભૂકંપમાં કાળજું કંપાવી નાખે તેવા કરુણ દ્રશ્યો જોવા મળે તેવા જ દ્રશ્યો હાલમાં તૂર્કી-સીરિયાની બોર્ડર પર જોવા મળી રહ્યા છે. બંને દેશમાં આવેલા આ ભૂકંપે ઘણો બધો વિનાશ કરી નાખ્યો અને કેટલાય લોકોને ભરખી ગયો છે અને એક ખરાબ અસર છોડી ગયો છે. અત્યાર સુધીમાં 15,૦૦૦થી વધારે લોકોના મૃત્યુ થયા છે. એવામાં એક 7 વર્ષની છોકરીનો બહાદુરી બતાવતો વિડીયો વાઈરલ થયો છે. વાઈરલ વિડીયોમાં સીરિયાની સાત વર્ષની છોકરી અને તેનો ભાઈ કાટમાળમાં દબાયેલ જોવા મળી રહ્યા છે. જેમાં એ છોકરી પોતાના નાના ભાઈને પ્રેમ કરતી જોવા મળી રહી છે. કાટમાળમાં દબાયેલ હોવા છતાં તે પોતાના નાના ભાઈને સુરક્ષિત હોવાનો અહેસાસ કરાવી રહી છે.

આ પણ વાંચો:તુર્કી ભૂકંપને લઈને PMO ની બેઠક, તુર્કીને રાહત સામગ્રી ટૂંક સમયમાં મોકલવામાં આવશે

વાઈરલ થયેલ વિડીયો વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના પ્રમુખ ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયસસ પાસે પહોચતા ટ્વીટર પર શેર કરતા લખ્યું, “આ બહાદુર છોકરી માટે અંતહીન પ્રસંશા” એ સાથે સંયુક્ત રાષ્ટ્રના પ્રતિનિધિ મોહમ્મદ સફાએ પણ ટ્વીટર પર આ વિડીયોને શેર કર્યો અને ટ્વીટ કરતા લખ્યું, “7 વર્ષની છોકરીએ પોતાના નાના ભાઈની રક્ષા કરવા માટે માથા પર રાખ્યો હતો. તે 17 કલાક સુધી કાટમાળમાં દટાયેલા રહ્યા અને સુરક્ષિત રહ્યા. મને કોઈ વિડીયો શેર કરતા નથી દેખાતું, જો તે મૃત્યું પામત તો બધાજ શેર કરતા. હકારાત્મકતા.”

આ પણ વાંચો:તુર્કીમાં ભૂકંપ, સેવા કરવા જવા સુરતનો નર્સિંગ સ્ટાફ તૈયાર

તમને જણાવી દઈએ કે તુર્કી-સીરિયા બોર્ડર દુનિયાના સૌથી સક્રિય ભૂકંપ વિસ્તારમાનો એક છે એટલે કે ત્યાં સૌથી વધુ ભૂકંપ આવે છે. સોમવારે આવેલ ભૂકંપ તૂર્કીને 1939ની યાદ અપાવે છે. તુર્કીમાં 1939 પછીનો આ સૌથી મોટો ભૂકંપ છે. 1939ના આ ભૂકંપમાં પૂર્વીય એરજિનકન પ્રાંતમાં ૩૩,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ 1999માં આવેલ 7.4 તીવ્રતાના ભૂકંપમાં 17,૦૦૦થી વધુ લોકોના મૃત્યુ થયા હતા.

Back to top button