બ્રાહ્મણ સમાજ AIથી વિશેષ કુદરતી બુદ્ધિમત્તાનો સદીઓથી સ્વામી રહ્યો છેઃ ભૂપેન્દ્ર પટેલ

- અમદાવાદમાં મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન
અમદાવાદ, 15 માર્ચ, 2025: અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે શ્રી સમસ્ત બ્રહ્મસમાજ (રાજ્ય કક્ષા) દ્વારા આયોજિત ચોથી ત્રિદિવસીય મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનો Mega Brahmin Business Summit inaugurated પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાને ‘નોલેજ બેઝ્ડ ઇકોનોમી’નો વિચાર આપ્યો છે. તેમણે કહ્યું કે, બ્રાહ્મણ સમાજ મશીન સંચાલિત કૃત્રિમ બુદ્ધિ – એઆઈથી વિશેષ એવી કુદરતી બુદ્ધિમત્તાનો સદીઓથી સ્વામી રહ્યો છે. Brahmin society has been the master of natural intelligence, superior to AI, for centuries બ્રાહ્મણ સમાજની જ્ઞાન વિરાસતને આધુનિક યુગનાં પરિમાણો સાથે જોડીને વડાપ્રધાનની ‘વિરાસત ભી, વિકાસ ભી’ની ભાવના ચરિતાર્થ કરવા મુખ્યમંત્રીએ બ્રહ્મસમાજને આ તકે આહ્વાન કર્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે નરેન્દ્રભાઈ મોદીએ બે દાયકા પહેલાં ગુજરાતમાં શરૂ કરાવેલી ‘વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ આજે આઈડિયાઝ એક્સચેન્જ માટેનું ગ્લોબલ પ્લેટફોર્મ બની ગઈ છે. ‘વાઈબ્રન્ટ ગુજરાત’માંથી પ્રેરણા લઈને આજે દેશના વિવિધ રાજ્યો, ઉદ્યોગો અને વિવિધ સમાજો આવી સમિટ યોજી રહ્યા છે. એવી જ રીતે આ મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ સમગ્ર સમાજના ઉદ્યોગ-વેપારને વિકસાવવાની તક પૂરી પાડશે, એવું તેમણે ઉમેર્યું હતું.
‘સરકારના પ્રયાસમાં જ્યારે સમાજના પ્રયાસ ભળે છે, ત્યારે વિકાસની ગતિ બમણી થઈ જાય છે’ એવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વાતને યાદ કરી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ ચોથી મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ વડાપ્રધાનના એ વિચારને સાકાર કરે છે.
આ સમિટમાં લોકોને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે પણ જાણકારી મળવાની છે. આ બિઝનેસ મહાકુંભમાં 200થી વધુ સ્ટોલ અને બ્રહ્મ સમાજના યુવાઓ માટે રોજગાર મેળાનું આયોજન થયું છે. સમાજના પ્રતિષ્ઠિત ઉદ્યોગકારો દ્વારા નવા ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન મળી રહેશે.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે બ્રાહ્મણ સમાજને વ્યાપાર વણજના માર્ગે આગળ લઈ જવા માટેના આયોજનને બિરદાવ્યું હતું. દેશના મંદિરો, સંસ્કારો, સંસ્કૃતિની રક્ષા કરનારા સમાજે દેશના અર્થતંત્રને ગતિ આપવાનું મહાકાર્ય કરી રહ્યા છે ત્યારે સૌ જરૂર સફળ થશે તેવી શુભકામના તેમણે પાઠવી હતી.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે બિઝનેસ સમિટના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ બ્રહ્મ સમાજના વ્યાપારીઓ, મહિલા ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપ્યું હતું.
આ સમિટમાં પૂર્વ રાજ્યપાલ કલરાજ મિશ્ર, મધ્ય પ્રદેશના નાયબ મુખ્ય મંત્રી રાજેન્દ્ર શુક્લા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ઉત્તરાખંડ રાજ્ય સરકારના મંત્રી સુબોધ ઉન્યાલ, સાંસદ શ્રી શશાંકમણિ ત્રિપાઠી, મયંક નાયક, ગુજરાત નાણા પંચના અધ્યક્ષ યમલ વ્યાસ, ધારાસભ્ય અમૂલ ભટ્ટ, અમિત ઠાકર, નાટ્યકાર અને અભિનેતા મનોજ જોષી, તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ (રાજ્ય કક્ષા)ના આગેવાનો, બિઝનેસ અને ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં બ્રહ્મસમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ ફ્લાઈટમાં મુસાફરો હોળી રમ્યા તેની સામે પ્રિયંકા ચતુર્વેદીને વાંધો પડ્યો, જાણો શું કહ્યું?
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD