બૉયફ્રેન્ડને ચાકુના 108 ઘા માર્યા હતા, છતાં આ મહિલાને કોર્ટે કેમ સજા ન કરી?
અમેરિકા, 26 જાન્યુઆરી : બોયફ્રેન્ડ પર 108 વખત ચાકુ વડે હુમલો કરવા બદલ દોષિત સાબિત થયેલી મહિલાને કેલિફોર્નિયાની અદાલતે જેલની સજા કેમ ન આપી? આ કેસમાં કોર્ટે પોતાનો ચુકાદો આપતા કહ્યું હતું કે છોકરીએ કૈનીબીજ-પ્રેરિત મનોવિકૃતિના કારણે બોયફ્રેન્ડ પર છરી વડે હુમલો કર્યો હતો અને તેનું પોતાની ઉપર કોઈ નિયંત્રણ નથી.
32 વર્ષની બ્રાયન સ્પીચરએ 2018 માં નશા દ્વારા થયેલી મનોવિકૃતિ કારણે તેને તેના બોયફ્રેન્ડ ચાડ ઓમેલિયાની હત્યા કરી હતી. આ કેસમાં મંગળવારે કોર્ટે તેને 2 વર્ષની પ્રોબેશન અને 100 કલાકનીસામાજિક સેવા કરવાની સજા સંભળાવી હતી.
રિપોર્ટ અનુસાર, સુપીયર કોર્ટના જજ ડેવિડ વર્લીએ ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે બ્રાયન સ્પીચરનું પોતાના પર કોઈ નિયંત્રણ નહોતું જ્યારે તેણે ચાડ ઓમેલિયાને નશાની હાલતમાં ચાકુ માર્યું હતું ત્યારે તે ડ્રગ્સના કારણે સાયકોટિક થઈ ગઈ હતી.
પ્રોસેક્યુટરએ જણાવ્યું હતું કે, 27 મે 2018 ની રાત્રે બ્રાયન સ્પીચરએ તેના બોયફ્રેન્ડના ફ્લેટમાં તેના પર છરી વડે હુમલો કર્યો હતો. તેણે ઓમેલિયા પર 108 વખત છરી વડે હુમલો કર્યો હતો. આ પછી તેણે પોતાને પણ ઘણી વાર ચાકુ મારી હતી.
એક અહેવાલ અનુશાર, બ્રાયન સ્પીચરને મારિજુઆના જેવી પ્રતિકૂળ પ્રતિક્રિયાનો સામનો કરવો પડ્યો હતો, જેને નિષ્ણાતો કેનાબીસ-પ્રેરિત માનસિક વિકાર પણ કહે છે. તે સાયકોટિક અવસ્થા દરમિયાન બ્રાયન સ્પીચરે ઓમેલિયાને ઘણી વખત ચાકુ મારીને તેની હત્યા કરી હતી.
આ કેસમાં કોર્ટના નિર્ણય પર નિવેદન આપતા, મૃતકના પિતા, સીન ઓમેલિયાએ કહ્યું કે, તેઓએ સમગ્ર કેલિફોર્નિયાને મારિજુઆના સ્મોક કરનારા તમામ લોકોને કોઈને પણ મારી નાખવા માટેનું લાયસન્સ આપી દીધું છે.
વકીલે કોર્ટના નિર્ણયને આવકારતા કહ્યું કે, જજ વર્લીએ યોગ્ય અને હિંમતભર્યું કામ કર્યું છે.
આ પણ વાંચો : પાકિસ્તાને ભારત વિરુદ્ધ યુએનના વડાને લખ્યો પત્ર, જાણો શું છે કારણ?