ટ્રેન્ડિંગમનોરંજન

અનન્યા પાંડેના બર્થડે પર બોયફ્રેન્ડે રિલેશનશિપ કન્ફર્મ કરી, જાણો શું કહ્યું?

Text To Speech
  • અનન્યા પાંડેના લવ અફેર અને સંબંધોને લઈને ઘણી અફવાઓ ચાલી રહી છે, જે હવે તેના બર્થડે પર કન્ફર્મ થઈ ગઈ છે

HD ન્યુઝ ડેસ્કઃ અભિનેત્રી અનન્યા પાંડે 30 ઓક્ટોબરે તેનો 26મો જન્મદિવસ ઉજવી રહી છે. ફિલ્મી કરિયરથી લઈને પોતાના દેખાવ સુધી અનન્યા પોતાની એક અલગ ઓળખ બનાવી ચૂકી છે. છેલ્લા કેટલાક સમયથી તેના લવ અફેર અને સંબંધોને લઈને ઘણી અફવાઓ ચાલી રહી છે, જે હવે અનન્યા પાંડેના બર્થડે પર કન્ફર્મ થઈ રહી છે.

અનન્યા અને વોકર બ્લેન્કોનું અફેર

રાધિકા અને અનંત અંબાણીના લગ્ન અને પ્રી-વેડિંગના સમયથી એવા સમાચાર હતા કે અનન્યાને તેના જીવનમાં ફરી વખત પ્રેમ મળીગયો છે અને તે વિદેશી મોડલ વોકર બ્લેન્કોને ડેટ કરી રહી છે. તેમના ડેટિંગના સમાચાર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. હવે, અનન્યાના 26માં જન્મદિવસ પર, વોકર બ્લેન્કોએ અભિનેત્રીને જન્મદિવસની શુભેચ્છા આપતા રોમેન્ટિક પોસ્ટ શેર કરી છે, જે તેમના સંબંધોને કન્ફર્મ કરવા પૂરતી છે.

અનન્યા પાંડેના બર્થડે પર બોયફ્રેન્ડે રિલેશનશિપ કન્ફર્મ કરી, જાણો શું કહ્યું? hum dekhenge news

બ્લેન્કોએ અનન્યાને બર્થડે વિશ આપી

અનન્યાના રૂમર્ડ બોયફ્રેન્ડ બ્લેન્કોએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર અનન્યાની એક સુંદર તસવીર શેર કરી છે. ફોટો કોઈ ડિનર ડેટનો લાગી રહ્યો છે. તસવીરમાં અનન્યા કેમેરાની સામે પ્રેમાળ સ્મિત કરી રહી છે. જ્યારે વોકર બ્લેન્કોએ રેડ હાર્ટ ઇમોજી સાથે કેપ્શનમાં લખ્યું છે, હેપ્પી બર્થડે બ્યુટીફુલ, તમે ખૂબ જ ખાસ છો. આઈ લવ યૂ એન્ની….!! તે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બ્લેન્કોએ અનન્યા સાથેના તેના સંબંધોને સત્તાવાર રીતે જાહેર કર્યા છે.

જો કે, બંનેએ હજુ સુધી અફેરની પુષ્ટિ કરી નથી અને ન તો તેમની રિલેશનશિપને કન્ફર્મ કરી છે. રિપોર્ટ્સ અનુસાર અનન્યા અને વોકર બ્લેન્કોની મુલાકાત અનંત અંબાણીના લગ્નમાં થઈ હતી. વર્ષ 2024ની શરૂઆતમાં અનન્યા અને અભિનેતા આદિત્ય રોય કપૂરના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા હતા. આ પછી તેનું નામ હવે બ્લેન્કો સાથે જોડાઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ દિવાળીનો ફાયદો ઉઠાવવા ‘સિંઘમ અગેન’ સાથે રામાયણ જોડાઈ? રાઈટરે આપ્યો જવાબ

Back to top button