ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

લક્ષદ્વીપ અને ભારતીયોની માલદીવના નેતાએ મજાક ઉડાવતા #BoycottMaldives થયું ટ્રેન્ડ

  • સુંદરતાના મામલામાં લક્ષદ્વીપ માલદીવ સાથે ટક્કર આપે તેવું
  • સત્તાધારી પાર્ટીના નેતા દ્વારા અપમાનજનક ટિપ્પણીથી ભારતીયો નારાજ

નવી દિલ્હી, 7 જાન્યુઆરી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી છે ત્યારથી તે ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં ટ્રેન્ડ કરી રહ્યું છે. ભારતીયો હવે ખુલ્લેઆમ વાત કરી રહ્યા છે કે, માલદીવ જવા માટે લાખો રૂપિયા ખર્ચવા કરતા લક્ષદ્વીપ જવું વધુ સારું છે. જેને કારણે માલદીવના લોકોએ ભારતીયો વિરુદ્ધ જાતિવાદી ટ્વિટ કરવાનું શરૂ કર્યું છે અને માલદીવની સત્તાધારી પાર્ટીને પણ ઈર્ષા થવા લાગી અને પાર્ટીના એક નેતાએ ભારતીયો વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. તેમના સિવાય માલદીવની ટ્રોલ સેનાએ પણ ભારત વિરુદ્ધ ટ્વિટ કરવાનું શરૂ કરી દીધું હતું. જેના કારણે ભારતીયો નારાજ થયા હતા. ત્યારથી ભારતમાં #BoycottMaldives ટ્રેન્ડ શરૂ થયું છે. જેના થકી લોકો માલદીવનો જોરદાર વિરોધ કરી રહ્યા છે.

આ વિરોધ એ હદે થઈ રહ્યો છે કે, બિનસત્તાવાર અહેવાલ મુજબ બે દિવસમાં 8166 હોટેલ બુકિંગ રદ થઈ ગયા છે જ્યારે 2500 ફ્લાઈટ ટિકિટ રદ થઈ ગઈ છે.

 

ભારતીયો દ્વારા માલદીવ કરતા વધુ લક્ષદ્વીપને પ્રોત્સાહન આપવામાં આવતા માલદીવમાં તણાવ વધી ગયો છે. કારણ કે સુંદરતાના મામલામાં લક્ષદ્વીપ માલદીવ સાથે ટક્કર આપે તેવું છે. જોકે, ભારતીયોની વાત સાંભળીને માલદીવના લોકો ચોંકી ગયા હતા.

 

માલદીવના નેતાનું ટ્વીટ થયું વાયરલ

 

માલદીવના નેતાઓના આવા ઘૃણાસ્પદ ટ્વિટ્સથી સ્પષ્ટ થઈ ગયું છે કે PM મોદીની લક્ષદ્વીપની મુલાકાત પછી માલદીવના પ્રવાસનને ચોક્કસપણે મોટો ફટકો પડશે. ઝાહિદ રમીઝની આ ટિપ્પણીનો લોકો પણ જોરદાર વિરોધ કરી રહ્યા છે. સત્તાધારી પાર્ટી પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવ્સ (PPM)ના નેતા ઝાહિદ રમીઝે ટ્વિટ કરીને લખ્યું કે, “આ મૂવ મહાન છે. જો કે, અમારી સાથે સ્પર્ધા કરવાનો વિચાર ભ્રમિત છે. અમે ઑફર કરીએ છીએ તે સેવા તેઓ કેવી રીતે પ્રદાન કરી શકે? તેઓ આટલા સ્વચ્છ કેવી રીતે હોઈ શકે?”

લોકો દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો

ભારત હંમેશા માલદીવને મદદ કરતું આવ્યું છે. માત્ર ભારતીયો લાખો રૂપિયા ખર્ચીને રજાઓ ગાળવા માલદીવ જાય છે અને આ રીતે દેશની અર્થવ્યવસ્થા ચાલે છે. લોકોને રોજગારી મળે છે. આમ છતાં માલદીવ ભારત વિરુદ્ધ ઝેર ઓકતું રહ્યું છે. અહીંના નવા પ્રમુખ મોહમ્મદ મોઇઝુ ભારત વિરુદ્ધ નજર રાખી રહ્યા છે. પ્રમુખપદ સંભાળ્યા બાદ તેમણે પહેલા તુર્કીનો પ્રવાસ કર્યો અને પછી ચીન જવાની વાત કરી. પરંતુ ભારતના લોકો ફેશન ટ્રેન્ડના નામે લાખો રૂપિયા ખર્ચીને માલદીવમાં રજાઓ ગાળે છે.

આ પણ જુઓ :ભગવાન રામ પર ટિપ્પણી કરવા બદલ NCP નેતા જીતેન્દ્ર આવ્હાડ વિરુદ્ધ વધુ ત્રણ FIR નોંધાઈ

Back to top button