ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

બોક્સર વિજેન્દર સિંહ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા

  • વિજેન્દર સિંહે કોંગ્રેસની ટિકિટ પર 2019ની લોકસભાની ચૂંટણી લડી હતી

નવી દિલ્હી, 3 એપ્રિલ: આંતરરાષ્ટ્રીય બોક્સર વિજેન્દર સિંહ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. નવી દિલ્હીમાં ભાજપના હેડક્વાર્ટર ખાતે મહાસચિવ વિનોદ તાવડેએ તેમનું સ્વાગત કર્યું અને તેમને પાર્ટીની સદસ્યતા અપાવી હતી. વિનોદ તાવડેએ કહ્યું કે, વિજેન્દર સિંહ વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે ભાજપમાં જોડાયા છે. તેમના આગમનથી પાર્ટીને વધુ મજબૂતી મળશે અને લક્ષ્ય તરફ આગળ વધવામાં મદદ મળશે. વિજેન્દર સિંહને બોક્સિંગમાં પદ્મશ્રી અને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. બોક્સર વિજેન્દર સિંહે વર્ષ 2019માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમણે કોંગ્રેસની ટિકિટ પર દક્ષિણ દિલ્હીથી 2019ની ચૂંટણી લડી હતી.

 

કેસરીયો ખેસ ધારણ કરીને બોક્સર વિજેન્દર સિંહે કહ્યું કે, એક રીતે હું ઘરે પરત ફર્યો છું. એકદમ સારું લાગી રહ્યું છે. ભાજપ સરકારને કારણે દેશ-વિદેશમાં ખેલાડીઓનું સન્માન વધ્યું છે. જ્યારથી ભાજપની સરકાર આવી છે ત્યારથી ખેલાડીઓ માટે સરળતા રહી છે. હું પહેલાનો વિજેન્દર જ છું. હું ખોટાને ખોટું અને સાચાને સાચુ જ કહીશ.

 

2019માં લોકસભા ચૂંટણી પહેલા જ રાજકારણમાં કર્યો હતો પ્રવેશ 

વિજેન્દર સિંહે વર્ષ 2019માં લોકસભા ચૂંટણી પહેલા જ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ દક્ષિણ દિલ્હીથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. જોકે, તેઓ ભાજપના રમેશ બિધુરી સામે ચૂંટણી હારી ગયા હતા. બિધુરીને 6 લાખ 87 હજારથી વધુ વોટ મળ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢાને 3 લાખ 19 હજારથી વધુ અને વિજેન્દરને 1 લાખ 64 હજારથી વધુ વોટ મળ્યા છે.

ભાજપ જાટ સમુદાયને મદદ કરશે: વિજેન્દર સિંહ

વિજેન્દર સિંહ મૂળ હરિયાણા જિલ્લાના ભિવાનીના રહેવાસી છે અને જાટ સમુદાયમાંથી આવે છે. આવી સ્થિતિમાં પશ્ચિમ યુપી અને હરિયાણાની બેઠકો ભાજપ માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. વિજેન્દર સિંહે 2008 બિજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો તેમજ તેમણે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.મહત્ત્વપૂર્ણ છે કે, વિજેન્દર સિંહ દ્વારા હરિયાણા અને પશ્ચિમ યુપીમાં ભાજપ પોતાની તાકાત મજબૂત કરવા જઈ રહી છે. વિજેન્દ્ર સિંહે  વર્ષ 2020માં ખેડૂતોના આંદોલનને પણ સમર્થન આપ્યું હતું.

આ પણ જુઓ: વાયનાડમાં રાહુલ ગાંધી અને CPIનાં એની રાજાએ ઉમેદવારીપત્રો ભર્યાં

Back to top button