ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલપેરિસ ઓલિમ્પિક 2024વર્લ્ડસ્પોર્ટસ

ચીની ખેલાડીને હરાવી બોક્સર અમિત પંઘલ પેરિસ ઓલિમ્પિક 2024 માટે ક્વોલિફાય થયો

Text To Speech

બેંગકોક, 2 જૂનઃ બેંગકોકમાં રવિવારે રમાયેલી બીજી વર્લ્ડ ક્વોલિફિકેશન ટુર્નામેન્ટમાં ચીની ખેલાડીને હરાવીને ભારતીય બોક્સર અમિત પંઘલ પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયો છે. 51 કિલો વર્ગમાં અમિતે ચીની ખેલાડી ચુઆંગ લિઉને હરાવી દીધો હતો. આ સાથે બોક્સિંગમાં ક્વોલિફાય થનાર અમિત અત્યાર સુધીનો છઠ્ઠો ખેલાડી બન્યો છે.

લિઉ ઉપર 5-0ની જીત સાથે વિશ્વ ચેમ્પિયનશિપ સિલ્વર મેડલિસ્ટ અમિત પંઘલે બીજી વખત ઓલિમ્પિકમાં રમવા માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી દીધું છે. આ સાથે નિશાંત દેવ બાદ ઓલિમ્પિકમાં ક્વોલિફાય થનાર અમિત બીજો ભારતીય પુરુષ બોક્સર બન્યો છે. નિશાંતે શુક્રવારે વિશ્વ બોક્સિંગ ક્વોલિફાયરમાં મોલ્દોવાના શેબોત્રીને 5-0થી હરાવ્યો હતો અને એ રીતે 2024ની પેરિસ ઓલિમ્પિકમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું.

પ્રથમ બે ક્વોલિફાયિંગ ઈવેન્ટમાં પસંદગી પ્રક્રિયા દરમિયાન કાંસ્ય પદક વિજેતા દીપક ભોરિયા સામે હારી ગયા બાદ પંઘલ પાસે પેરિસ માટે ક્વોલિફાય થવા માટે આ છેલ્લી તક હતી જેમાં તેણે પૂરી તાકાત લગાવી દીધી અને જીત મેળવી.

વાસ્તવમાં બીજા રાઉન્ડમાં આ ભારતીય ખેલાડીએ તેની સર્વસ્વ તાકાત લગાવી દીધી હતી અને પરિણામે તેની રમત જોઈને તમામ પાંચ જજ પ્રભાવિત થયા હતા. છેલ્લો નિર્ણાયક રાઉન્ડ અત્યંત રોમાંચક રહ્યો હતો કેમ કે બંને હરીફો એકબીજા ઉપર જીત મેળવવા માટે પૂરી તાકાત લગાવી રહ્યા હતા. જોકે, છેવટે પંઘલ તેના ચીની સ્પર્ધક સામે ચતુરાઈપૂર્વક રમત રમીને તેને હરાવી દેવામાં સફળ રહ્યો હતો.

અમિત ઉપરાંત નિશાંત (71 કિલો), નિખત ઝરીન (50 કિલો), પ્રીતિ પવાર (54 કિલો) તથા લોનલિના બોરગોહિ (75 કિલો) પણ આ પહેલાં પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઈ ચૂક્યાં છે.

આ પણ વાંચોઃ રોહિત શર્માને મળવા દોડી ગયેલા ચાહકને અમેરિકી પોલીસે રગદોળી નાખ્યો, જૂઓ વીડિયો

Back to top button