હદ થઈ ગઈ ! પોલીસ સ્ટેશનમાંથી પકડાયેલા દારૂની બોટલો ચોરાઈ ગઈ
દારૂ પીવો અને દારૂની હેરફેર કરવી ગેરકાયદેસર છે જેથી પોલીસ દારુની હેરાફેરી કરતા અને દારુ પીતા લોકોની ધરપકડ કરતી હોય છે. દાહોદ જિલ્લાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પોલીસ દ્વારા દરોડા પાડીને દારુને પકડી પાડવામા આવે છે. અને તે જ દારુ પોલીસ સ્ટેશનમાં ચોરી થઈ ગયો છે. દેવગઢ બારિયાના પીપલોદ પોલીસ સ્ટેશનમાં આ કિસ્સો બન્યો છે.
પીપલોદ પોલીસ સ્ટેશનમાંથી ચોરી થઈ દારુની બોટલો
પ્રાપ્ત વિગતો મુજબ દાહોદ જિલ્લાના પીપલોદ પોલીસ સ્ટેશન હદમાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.જેમાંથી SMC દ્વારા એક ટ્રકમાંથી કુલ 916 વિદેશી દારૂની પેટીઓ જપ્ત કરી હતી. અને તેને પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવી હતી. ત્યારે આ દારુની પેટીઓ પર ચોરોએ હાથ સાફ કરી દીધો હતો.
આ પણ વાંચો : ‘ચંદ્રયાન 3 મિશનના વૈજ્ઞાનિકોને 17 મહિનાથી પગાર મળ્યો નથી’: દિગ્વિજય સિંહનો દાવો
15 આરોપીમાંથી આઠ આરોપીની ધરપકડ
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકને ખાનગી રાહે બાતમી મળી હતી કે,પોલીસ સ્ટેશનમાંથી 916 પેટીઓ પૈકી કેટલીક પેટીઓની ચોરી થઈ છે, જેથી જિલ્લા પોલીસ અધિક્ષકે આ મામલે તપાસના આદેશ આપ્યા હતા. જે બાદ LCB પોલીસ સ્ટાફ દ્વારા વિદેશી દારૂની પેટીઓની ગણતરી કરવામાં આવી હતી.આ 916 પૈકી કુલ 23 પેટીઓ ચોરી થયા હોવાનું સામે આવ્યું હતુ. જે બાદ CCTVની પણ તપાસ કરતા એક પોલીસ કોન્સ્ટેબલ, સાત GRD અને એક TRB તેમજ અન્ય વ્યક્તિઓ એમ કુલ 15 ઈસમો સામે ગુનો નોંધ્યો છે. અને 15 આરોપીમાંથી આઠ આરોપીને પકડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : અમદાવાદ : વિદ્યાર્થીનીઓને અશ્લિલ મેસેજ કરનાર શિક્ષક દોષિત જાહેર