Botox વૃદ્ધાવસ્થાથી બચાવી લેશે, પરંતુ કરાવતા પહેલા જાણો ફાયદા અને નુકસાન
- બોટોક્સ વાસ્તવમાં એક ઈન્જેક્શન છે જે ત્વચાની કરચલીઓ ઘટાડે છે અને તેનો ઉપયોગ ડોકટરો ત્વચા સંબંધિત કેટલીક સમસ્યાઓને દૂર કરવા માટે પણ કરે છે
HD ન્યુઝ ડેસ્કઃ સુંદર દેખાવું કોને નથી ગમતું? એવું કોણ છે જે પોતાના ચહેરાને ફોરએવર યંગ રાખવા ન ઈચ્છતું હોય, આ માટે લોકો જાતજાતની અને ભાતભાતની ટ્રિટમેન્ટનો સહારો લેતા પણ ખચકાતા નથી. બોટોક્સ પણ આવી જ એક ટ્રિટમેન્ટ છે. બોટોક્સ વાસ્તવમાં એક ઈન્જેક્શન છે જે ત્વચાની કરચલીઓ ઘટાડે છે અને તેનો ઉપયોગ ડોકટરો ત્વચા સંબંધિત કેટલીક સમસ્યાઓને દૂર કરવા માટે પણ કરે છે. તે ક્લોસ્ટ્રિડિયમ બોટુલિનમ નામના બેક્ટેરિયામાંછી બનેલા ટોક્સિનથી તૈયાર કરવામાં આવે છે. આ બેક્ટેરિયા સ્નાયુઓની હિલચાલને અસ્થાયી રૂપે રોકે છે, જેના લીધે કરચલીઓને ઘટાડવામાં મદદ મળે છે.
બોટોક્સ કેવી રીતે થાય છે?
ચહેરાના જે પણ ભાગમાં કરચલીઓ હોય તેના પર બોટોક્સના ઈન્જેક્શન આપવામાં આવે છે. આ ઈન્જેક્શનને બોટૂલિનમ કહેવામાં આવે છે. તે લગાવતાની સાથે જ સ્નાયુઓ ઢીલા થઈ જાય છે. આ પ્રક્રિયાને અનેક વખત રિપીટ કરવાથી કરચલીઓ દૂર કરવામાં મદદ મળે છે.
બોટોક્સના ઉપયોગ
તેનો ઉપયોગ કપાળની રેખાઓ, આંખોની આસપાસની કરચલીઓ અથવા ભમર વચ્ચેની રેખાઓ સહિત ચહેરાની કરચલીઓ ઘટાડવા માટે થાય છે. ડોકટરો અન્ય ઘણી પરિસ્થિતિઓમાં પણ તેનો ઉપયોગ કરે છે. ડર્મેટોલોજિસ્ટ કહે છે કે તેનો ઉપયોગ સ્નાયુઓમાં દુખાવો અને ખેંચાણના કિસ્સામાં પણ થાય છે. જો કોઈને વધુ પડતો પરસેવો આવવાની ફરિયાદ હોય તો પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલીકવાર તેનો ઉપયોગ માઇગ્રેનની સારવાર દરમિયાન પણ થાય છે. ગરદન અને ખભાના દુખાવાની સારવાર કરતી વખતે પણ ડૉક્ટર તેનો ઉપયોગ કરી શકે છે.
બોટોક્સના ફાયદા
1. ત્વચાની કરચલીઓ ઘટાડે છે
બોટોક્સનો સૌથી મોટો ફાયદો તમારી ત્વચા માટે છે. વૃદ્ધાવસ્થામાં અથવા અચાનક તમારી ત્વચા ઢીલી પડી ગઈ હોય તો આવી સ્થિતિમાં બોટોક્સ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. તે ત્વચાની કરચલીઓ ઘટાડવામાં મદદરૂપ છે અને યુવાન દેખાવાના તમારા પ્રયત્નોમાં મદદ કરે છે
2. માંસપેશીઓની સમસ્યામાં
જો તમે સ્નાયુમાં ખેંચાણનો અનુભવ કરી રહ્યાં છો, તો બોટોક્સ તમારા માટે કામની પ્રક્રિયા હોઈ શકે છે. તે તમને સ્નાયુઓમાં દુખાવો અને ખેંચાણથી રાહત આપી શકે છે .
3. વઘારે પરસેવો આવવો
જે વ્યક્તિને વધુ પરસેવો થવાની તકલીફ હોય તે લોકોને પણ બોટોક્સ રાહત આપે છે. બોટોક્સ આ વ્યક્તિની સમસ્યાને મૂળમાંથી ખતમ કરી શકે છે. એક વાતનું ધ્યાન રાખો કે ડોક્ટરની દેખરેખ વગર કશું જ ન કરવું જોઈએ.
4. માઈગ્રેનથી રાહત
ઘણી વખતે માઈગ્રેનનો ઈલાજ કરતી વખતે પણ ડોક્ટર તેનો ઉપયોગ કરે છે. તેના ઉપયોગથી માંસપેશીઓનો તણાવ ઢીલો પડે છે અને માઈગ્રેનના માથાના દુખાવામાં રાહત મળે છે.
Botox ના ગેરફાયદા
1. ઈન્જેક્શન વાળી જગ્યા પર દુખાવો અને સોજો
બોટોક્સ કર્યા પછી, તે જગ્યા પર સહેજ દુખાવો, સોજો અથવા ત્વચા લાલ થઈ શકે છે, આ બોટોક્સની આડ અસરોમાંની એક છે. આ સમસ્યા સામાન્ય રીતે 1-2 દિવસમાં ઠીક થઈ જાય છે, પરંતુ જો દુખાવો વધે છે અથવા લાંબા સમય સુધી ચાલુ રહે છે, તો ડૉક્ટરની સલાહ લેવી પડે છે.
2. માથાનો દુખાવો અને ચક્કર
બોટોક્સની સાઈડઈફેક્ટ તરીકે કેટલાક લોકોને ઈન્જેક્શન બાદ માથાનો દુખાવો થઈ શકે છે અથવા ચક્કર આવી શકે છે.
આ અસર ઈન્જેક્શન પ્રત્યે તમારા શરીરની પ્રતિક્રિયાને કારણે થાય છે અને સામાન્ય રીતે થોડા સમયમાં દૂર થઈ જાય છે.
3.સ્નાયુઓમાં નબળાઈ
કેટલીકવાર તમને બોટોક્સ ઇન્જેક્ટ કરવામાં આવે છે તેના કારણે સ્નાયુઓમાં નબળાઇ અનુભવાય છે. આ પણ બોટોક્સ આડઅસરોનું લક્ષણ છે. આ નબળાઈ સામાન્ય રીતે 2-3 અઠવાડિયામાં ઠીક થઈ જાય છે, પરંતુ જો તે પછી પણ આ સમસ્યા ચાલુ રહે તો ડોક્ટરની સલાહ લો.
4. સ્નાયુઓ પર હાનિકારક અસરો
બોટોક્સ ક્યારેક ચહેરાના સ્નાયુઓ પર વિચિત્ર અસર કરી શકે છે. આને બોટોક્સની આડઅસરો તરીકે જોઈ શકાય છે. કેટલીકવાર આ અસરને લીધે સ્નાયુઓ ફક્ત એક બાજુ લટકી શકે છે. અને પરિણામે, તમારી ભમર ઉપર ઉઠી શકે છે. જે ગાલ લટકી જાય એવું પણ બને છે. ઘણી વખત આ સમસ્યા થોડા દિવસોમાં દૂર થઈ જાય છે, પરંતુ જો ન થાય તો ડૉક્ટરની સલાહ અવશ્ય લો.
5. એલર્જી
કેટલાક લોકોને બોટોક્સથી એલર્જી પણ થઈ શકે છે. તેથી જો તમે બોટોક્સની સારવાર તરફ આગળ વધી રહ્યા છો, તો પહેલા એલર્જી ટેસ્ટ કરાવવો જરૂરી છે. નહિંત ત્વચા પર ખંજવાળ, લાલ ચકામા, સોજો જેવી સમસ્યાઓ થઈ શકે છે. ક્યારેક આ સમસ્યા શ્વાસ લેવામાં તકલીફ સુધી પણ પહોંચી શકે છે.
આ પણ વાંચોઃ ઠંડીમાં કેમ વધી જાય છે સાંધાનો દુખાવો? કેવી રીતે તેનાથી બચશો?
આ પણ વાંચોઃ શું તમે પણ આ વિટામિન્સની કમીથી ઝઝૂમી રહ્યા છો? જાણો લક્ષણ અને ઉપાય
આ પણ વાંચોઃ શિયાળામાં ખૂબ પી લો બીટનો જ્યુસ, પાચનતંત્ર સુધરશે, થશે અનેક ફાયદા