ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

પતિ-પત્ની બંને વર્કિંગ છો? તો આ રીતે બેલેન્સ કરો વર્ક અને પર્સનલ લાઈફ

  • આજે પતિ-પત્ની બંને કમાતા હોવાના કારણે એકબીજા પરની નાણાંકીય નિર્ભરતા પણ ઘટી છે. પતિ-પત્ની બંને કામ કરીને ઘર સંભાળે છે. જોકે આજ કારણે તેઓ એકબીજાને વધુ સમય આપી શકતા નથી.

આજકાલ ઘર ચલાવવા માટે પતિ-પત્ની બંને ઘરની બહાર નીકળીને કામ કરતા થયા છે. છોકરીઓમાં એજ્યુકેશનનું પ્રમાણ પહેલા કરતા અનેક ગણું વધ્યું છે અને છોકરીઓ પણ કરિયર ઓરિએન્ટેડ બની છે. આજે પતિ-પત્ની બંને કમાતા હોવાના કારણે એકબીજા પરની નાણાંકીય નિર્ભરતા પણ ઘટી છે. પતિ-પત્ની બંને કામ કરીને ઘર સંભાળે છે. જોકે આજ કારણે તેઓ એકબીજાને વધુ સમય આપી શકતા નથી. આ વસ્તુ તણાવમાં વધારો કરી શકે છે. તેને બેલેન્સમાં રાખવા માટે કેટલીક બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. જો તમે તમારા કામ અને સંબંધો વચ્ચે બેલેન્સ કરતા શીખી જશો તો લાઈફની મજા માણી શકશો. જાણો આજે કે ઓફિસ અને વર્ક લાઈફને કેવી રીતે બેલેન્સ કરશો?

બધી જવાબદારીઓ એક વ્યક્તિના ખભે નહીં

જો તમે વર્કિંગ કપલ છો, તો સંબંધોમાં સુખ અને શાંતિ જાળવી રાખવા માટેની તમામ જવાબદારીઓ બંને વચ્ચે વહેંચી લો. સવાર-સાંજનું કામ, બાળકોને શાળાએ મૂકવા, રસોઈ બનાવવી. બહારના નાના મોટા કામ પતાવવા, બેંકના કામ, સોશિયલ હાજરી વગેરે જવાબદારીઓ એક વ્યક્તિના ખભા પર ન હોવી જોઈએ. જો તમે આ બાબતને સમજતા થઈ જશો તો સંબંધોમાં શાંતિ જળવાઈ રહેશે અને ઝઘડવા માટે ખાસ કંઈ રહેશે જ નહીં.

પતિ-પત્ની બંને વર્કિંગ છો? તો આ રીતે બેલેન્સ કરો વર્ક અને પર્સનલ લાઈફ hum dekhenge news

ફિલ્મ કે ડિનર ડેટ પ્લાન કરો

ખૂબ કામ કર્યા પછી માણસને થોડો સમય શાંતિથી બેસી રહેવાનું મન થાય છે, પરંતુ રોજ આ શાંતિની શોધમાં બેસી રહેવાથી સંબંધ નહીં ચાલે. તમે બંને સાથે બેસીને આ શાંતિ મેળવી શકો છો. જ્યારે તમે સાથે બેસો ત્યારે ઓફિસના વિષયોને બાજુ પર રાખો અને એવા વિષયો લાવો કે જેમાં તમે બંને સામેલ થઈ શકો. વીકેન્ડમાં બહાર જવું, મૂવી જોવા જવું, લંચ અથવા ડિનર પર જવું, કોફી ડેટ પર જવું આ બધી બાબતો તમારો તણાવ તો દૂર કરશે જ સાથે સંબંધોને પણ મજબૂત બનાવશે.

વર્ષમાં એકવાર ટ્રિપ પ્લાન કરો

જો તમે બંને વર્કિંગ હો તો એકબીજા પાસે એવી અપેક્ષા ન રાખો જે પૂરી કરી શકાય તેમ ન હોય. કરી રહ્યાં હોવ, તો એવી અપેક્ષાઓ સેટ કરશો નહીં જે પૂરી ન થઈ શકે, જેનાથી હાર્ટબ્રેક અને ગુસ્સો થઈ શકે. ઓફિસના કામનો તણાવ અને ઘરે પાછા ફરવા પર પાર્ટનરની ફરિયાદો ક્યારેક એટલી વધી જાય છે કે સંબંધોમાં જ ખટાશ આવી જાય છે. આને સુધારવા માટે, દર વર્ષે એક વખત પ્રવાસ પર જાઓ.

આ પણ વાંચોઃ વજન ઘટાડવું તમને સરળ નથી લાગતું? જોજો ક્યાંક તમારી રીત તો ખોટી નથી ને?

Back to top button