ટ્રેન્ડિંગધર્મ

હોળી અને ચંદ્રગ્રહણ બંને એક સાથે, જાણો હોળીકા દહન અને સૂતકકાળ વિશે

  • હોળીકા દહન આ વર્ષે 24 માર્ચની રાતે થશે. ફાગણ મહિનાની પૂનમ અંગે વાત કરીએ તો 24 માર્ચના દિવસે સવારે 9.45 વાગ્યે પૂનમ શરૂ થશે.

અમદાવાદ, 17 ફેબ્રુઆરીઃ આ વર્ષે ચંદ્રગ્રહણ હોળી પર લાગી રહ્યું છે. ફાગણ મહિનાની પૂનમે હોળી છે અને આ જ દિવસે ચંદ્રગ્રહણ પણ લાગશે. આ દિવસે જો ગ્રહોની સ્થિતિ જોવામાં આવે તો ચંદ્રમા કન્યા રાશિમાં વિરાજમાન રહેશે. હોળીકા દહન પૂર્ણિમાના દિવસે થાય છે, તેમાં ભદ્રાનો સાયો પણ જોવા મળે છે. ગ્રહણનો સૂતક કાળ અને હોળી પર ભદ્રાને લઈને સ્થિતિને સમજો.

ક્યારે થશે હોળીકા દહન

હોળીકા દહન આ વર્ષે 24 માર્ચની રાતે થશે. ફાગણ મહિનાની પૂનમ અંગે વાત કરીએ તો 24 માર્ચના દિવસે સવારે 9.45 વાગ્યે પૂનમ શરૂ થશે. પછીના દિવસે 25 માર્ચના રોજ બપોરે 12.29 વાગ્યે પૂનમ સમાપ્ત થશે. 25 માર્ચના રોજ પણ પૂર્ણિમાની તિથિ લાગશે. હોળીકા દહન પણ આ વખતે મોડી રાતે કરવામાં આવશે, કેમ કે આ વખતે પણ ભદ્રાનો સાયો છે. ભદ્રા સમાપ્ત થયા બાદ જ હોળીકા દહન કરવામાં આવશે.

હોળી અને ચંદ્રગ્રહણ બંને એક સાથે, જાણો હોળીનો સમય અને સૂતકકાળ વિશે hum dekhenge news

ચંદ્રગ્રહણ ક્યારે લાગશે અને જાણો સૂતકકાળ વિશે

2024નું પ્રથમ ચંદ્રગ્રહણ 25 માર્ચે થવાનું છે, જે હોળીના તહેવારને અસર કરશે. ચંદ્રગ્રહણ એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ખગોળીય ઘટના હોવા છતાં ભારતમાં તેનું ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ છે. પંચાંગ અનુસાર ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂનમ 25 માર્ચ 2024 એ છે. આ દિવસે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ પણ થવાનું છે. ભારતીય સમય અનુસાર આ ગ્રહણ 25 માર્ચે સવારે 10:23 વાગ્યે શરૂ થશે અને બપોરે 3:02 વાગ્યે સમાપ્ત થશે.ચંદ્રગ્રહણ અમેરિકા, જાપાન, રશિયા, આયરલેન્ડ, ઈંગ્લેન્ડ, સ્પેન ,પોર્ટુગલ, ઈટાલી, નેધરલેન્ડ, બેલ્જિયમમાં જોવા મળશે, પરંતુ ભારતમાં દેખાશે નહીં.

હોળી અને ચંદ્રગ્રહણ બંને એક સાથે, જાણો હોળીનો સમય અને સૂતકકાળ વિશે hum dekhenge news

ચંદ્ર ગ્રહણ 2024 : સુતક લાગુ પડશે કે નહીં

વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 25 માર્ચે થશે અને તે ભારતમાં દેખાશે નહીં. ગ્રહણ ન દેખાતું હોવાને કારણે સૂતક કાળ પણ લાગુ પડશે નહીં અને હોળીના તહેવારની ઉજવણીમાં કોઈ અડચણ આવશે નહિ. સુતક સમયગાળો ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા માનવામા આવે છે. અને આ સમયગાળા દરમિયાન પૂજા અથવા ધાર્મિક વિધિઓ કે કોઈ શુભ કાર્યો કરવામાં આવતા નથી. ગ્રહણ દરમિયાન મંદિરોના દરવાજા બંધ કરીને મનમાં ભગવાનની પૂજા કરવામાં આવે છે.

હોળીકા દહનનું મુહૂર્ત

હોળીકા દહનની તારીખઃ 24 માર્ચ, 2024
હોળીકા દહનનું મુહૂર્તઃ રાતે 11.13થી 12.27
ભદ્રાની પૂંછડીઃ સાંજે 6.33થઈ 7.53 સુધી
ભદ્રાનું મુખઃ 7.53 વાગ્યાથી રાતે 10.06 સુધી

આ પણ વાંચોઃ ChatGPT-નિર્માતા OpenAIએ રજૂ કર્યું SORA, જુઓ:-તે કેવી રીતે કરે છે કામ

Back to top button