બોટાદ PSIનું હાર્ટ અટેક આવતા નિધન, પોલીસ બેડામાં શોકનો માહોલ
- બોટાદના PSI પ્રવિણ અસોડાનું હાર્ટ એટેકથી મોત
- ફરજ પરથી પરત ફર્યા બાદ સર્કિટ હાઉસ પહોંચતા આવ્યો એટેક
- પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો
રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી હાર્ટ એટેકના કારણે મોતના કેસમાં વધારો નોંઘાયો છે. ત્યારે રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. બોટાદના પીએસઆઈનું હાર્ટએટેકથી મોત થયું છે. પી.એસ.આઈ.ના મોતને પગલે પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો છે.
PSI પ્રવિણ અસોડાનું હાર્ટએટેકથી મોત
બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના PSI પ્રવિણ અસોડાનું હાર્ટએટેકથી મોત થયું છે. પ્રવિણ અસોડા સર્કિટ હાઉસ ખાતે હતા આ દરમિયાન તેમણે હાર્ટ એટેક આવ્યો હતો ત્યાર બાદ તેમનુ મોત નિપજ્યું હતું. મહત્વનું છે કે બોટાદના PSI પ્રવિણ અસોડાની 10 મહિના પહેલા જ અમદાવાદથી પ્રમોશન સાથે બોટાદમાં બદલી થઈ હતી.
PSI અસોડાના નિધનથી સમગ્ર પોલીસ બેડામાં શોક
જાણકારી મુજબ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI પ્રવિણ અસોડાનું હાર્ટ એટેકથી મોત થયું છે. PSI પ્રવિણ અસોડા સર્કિટ હાઉસના રૂમ નંબર-10માં રહેતા હતા. તેઓ ફરજ પરથી પરત ફર્યા બાદ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા, જ્યા તેમનું હાર્ટ એટેક આવતા મોત થયું છે. હાલ PSI અસોડાના મૃતદેહને પી.એમ અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યો છે. PSI અસોડાના નિધનથી સમગ્ર પોલીસ બેડામાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
આ પણ વાંચો : જુનિયર ક્લાર્કના ઉમેદવારોની વ્હારે આવી AAP, કરી આ ખાસ વ્યવસ્થા