ગુજરાત

બોટાદ: ભગવાન પરા વિસ્તારમાંથી 8 વર્ષીય બાળકીની લાશ મળી, હત્યાની આશંકા

Text To Speech

બોટાદમાંથી 8 વર્ષીય બાળકીની લાશ મળી આવી છે. જેમાં અવાવરૂ જગ્યા પરથી અર્ધનગ્ન અવસ્થામાં બાળકીની લાશ મળી આવી છે. તેમાં લાશને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાઈ છે. બોટાદના ભગવાન પરા વિસ્તારમાંથી 8 વર્ષીય બાળકીની લાશ મળી આવી છે. બાળકીની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અવાવરૂ જગ્યા પરથી અર્ધનગ્ન હાલતમાં બાળકીની લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં 12 વર્ષ પછી 1.4 ડિગ્રી તાપમાન

પ્રાથમીક નજરે જોતાં બાળકીની હત્યા થયાની આશંકા

ઘટનાને લઈ બોટાદ જિલ્લા SP, DySP સહિત LCB અને SOG સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે. બાળકીની લાશને પોસ્ટમાર્ટમ માટે સોનાવાલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. પ્રાથમીક નજરે જોતાં બાળકીની હત્યા થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા અલગ અલગ ટીમો સાથે તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:  રાજ્યમાં વ્યાજખોરોનો આતંક વધ્યો, લો બોલો રૂ.24 કરોડના બદલે રૂ.183 કરોડની ઉઘરાણી

બોટાદમાં 30 વર્ષીય યુવાનનો આત્મહત્યા

બોટાદ શહેરના સાળંગપુર રોડ ખસ ચોકડી પાસે રહેતા જગદીશભાઈ છનાભાઈ બથવાર ઉંમરવાર 30 કે જેવો મજૂરી કામ કરે પોતાના પરિવારજનનો ગુજરાન ચલાવે છે. ત્યારે બપોરના સમયે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચાર મચી જવા પામ્યો છે. મૃતકના પિતાએ એવો આક્ષેપ કર્યો છે કે, તેના પુત્રને વ્યાજખોરોનો સતત ત્રાસ હતો જેના કારણે તેને આ આપઘાત કર્યો છે. અવારનવાર વ્યાજખોરો તેને ફોન ઉપર હેરાન પરેશાન કરતા હતા. જેના કારણે તેના પુત્ર એ આ પગલું ભર્યું છે.

Back to top button