ગાબા, તા. 12 ડિસેમ્બર, 2024: ટીમ ઇન્ડિયાએ પર્થમાં શાનદાર જીત સાથે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શરૂઆત કરી હતી. જોકે, એડિલેડમાં કાંગારુઓએ વાપસી કરી હતી અને ટીમ ઈન્ડિયાને 10 વિકેટથી હરાવ્યું હતું. પાંચ ટેસ્ટ મેચની શ્રેણી હાલમાં 1-1 થી બરાબરી પર છે. બંને ટીમો વચ્ચે ત્રીજી ટેસ્ટ 14 ડિસેમ્બરથી ગાબા ખાતે રમાશે. મેચ પહેલા ઑસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન મેથ્યુ હેડને ટીમ ઈન્ડિયાને સલાહ આપી છે.
મેથ્યુ હેડને ભારતીય બોલરોને શનિવારે ગાબા ખાતે ત્રીજી ટેસ્ટ પહેલા ઑસ્ટ્રેલિયા સામેની ચોથી અને પાંચમી સ્ટમ્પની લાઇનમાં બોલિંગ કરવાની સલાહ આપી છે. તેણે કહ્યું કે ભારતીય બોલરોએ ગાબાની બાઉન્સી પીચનો લાભ લેવો જોઈએ.
ભારતે પહેલા બેટિંગ કરવી જોઈએઃ મેથ્યુ હેડન
મેથ્યુ હેડને કહ્યું, ગાબા ખાતે જ્યારે ભારતીય બોલરોને બોલિંગ કરવાની તક મળે ત્યારે તેમણે ચોથી અને પાંચમી સ્ટમ્પ લાઇન પર વધુ આધાર રાખવો જોઈએ. ભારતીય બોલર્સે ગાબાની બાઉન્સી પીચનો ફાયદો ઉઠાવવો પડશે. બ્રિસ્બેનમાં કોઈપણ બોલિંગ આક્રમણ માટે આ સૌથી મહત્વની બાબત છે.
તેમણે ભારતીય બેટ્સમેનોને સાવધાનીપૂર્વક રમવા માટે પણ અપીલ કરી હતી. ભારતે બ્રિસ્બેનમાં વધુ સારી બેટિંગ કરવી પડશે. તેમને ઓછામાં ઓછો એક દિવસ બેટિંગ કરવી પડશે. ટેસ્ટ ક્રિકેટમાં એક દિવસથી ઓછી બેટિંગ સ્વીકાર્ય નથી. પરિસ્થિતિઓ પડકારજનક હોય ત્યારે પણ ભારતે પહેલા બેટિંગ કરવી જોઈએ.
શું ટીમ ઈન્ડિયા ફરી જીતશે?
ભારતે ઑસ્ટ્રેલિયાને 2020માં ગાબા ખાતે હરાવ્યું હતું. ભારતે આ મેચ ત્રણ વિકેટે જીતી હતી. રિષભ પંત આ મેચનો હીરો હતો. 1988 પછી પ્રથમ વખત ઑસ્ટ્રેલિયા આ મેદાન પર હાર્યું હતું.
આ પણ વાંચોઃ ‘રોડ અકસ્માતના ખરાબ રેકોર્ડના કારણે વિશ્વ સંમેલનોમાં મોં છુપાવવું પડે છે’, લોકસભામાં બોલ્યા ગડકરી
તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક – https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S