કચ્છની સરહદ ડેરીએ પશુપાલકોને આપી મોટી ભેટ, દૂધના ખરીદ ભાવમાં પ્રતિ ફેટ 10 રૂપિયાનો વધારો
કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ ‘સરહદ ડેરી’એ તેના પશુપાલકોને મોટી ભેટ આપી છે. સરહદ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ ફેટ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સરહદ ડેરીના નવા નિયામક મંડળે આ નિર્ણય લીધો છે. સરહદ ડેરી દ્વારા પ્રતિ ફેટ કિલો 10નો વધારો કરી નવા ભાવ પ્રતિ 720 પશુપાલકોને ચુક્કવાનું દૂધ સંઘ નક્કી દ્વારા નક્કી કરાયું છે. આ સાથે જ પશુપાલકોને ભેંસના દૂધના 7% ફેટના પ્રતિ લીટર રૂપિયા 50.50 મળતા થઈ જશે.આ નવા ભાવો મુજબ પશુપાલકોને માસિક 1 કરોડ રૂપિયા વધુ ચુકવણું કરવામાં આવશે.
બનાસડેરીનો પશુપાલકો માટે મોટો નિર્ણય
એશિયાની સૌથી મોટી બનાસડેરીએ પશુપાલકો માટે મોટો નિર્ણય લીધો છે. પશુપાલકો માટે હિતલક્ષી નિર્ણય લેતા બનાસડેરીએ દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 20નો વધારો કર્યો છે. બનાસડેરીએ છેલ્લા 3 મહિનામાં ત્રીજીવાર દૂધના ભાવમાં વધારો કર્યો છે. 3 મહિનામાં બનાસડેરીએ પ્રતિકીલો ફેટે 50 રૂપિયા જેટલો વધારો કર્યો છે. બનાસડેરી દ્વારા કરવામાં આવેલા ભાવ વધારાનો લાભ ડેરી સાથે સંકળાયેલા 4 લાખ જેટલા પશુપાલકોને થશે. ઘાસચારા સહિત ખેત પેદાશોમાં ભાવ વધતા પશુપાલકોને ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે બનાસડેરીએ ગયા મહિને જ દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે રૂ.10નો વધારો કર્યો હતો.
આંધ્રમાં બનાસ ડેરીની શ્વેત ક્રાંતિ
એશિયાની સૌથી મોટી દૂધ ઉત્પાદક બનાસ ડેરીએ હવે દક્ષિણ ભારતમાં પણ તેની પહોંચ મજબૂત કરવાનું શરૂ કર્યું છે. ડેરીએ આંધ્રપ્રદેશમાં ચિલિંગ સેન્ટર શરૂ કર્યું છે અને તેની સાથે તે રાજ્યના 6 જિલ્લામાં પહોંચશે.