ગુજરાત

ગુજરાતમાં દારૂ લાવવા બુટલેગરોએ કર્યો પથ્થરનો જુગાડ

Text To Speech
  • SMCની ટીમે દારૂ ભરેલી ટ્રક ઝડપી છે
  • પોલીસે કુલ મળી રૂપિયા 15,85,965નો મુદ્દામાલ જપ્ત કર્યો
  • વિજાપુર તાલુકાની પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી

ગુજરાતમાં દારૂ લાવવા બુટલેગરોએ પથ્થરનો જુગાડ કર્યો છે. જેમાં વિજાપુરની સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને SMCની ટીમે દારૂ ભરેલી ટ્રક ઝડપી છે. તેમાં વિજાપુર-હિંમતનગર હાઇવે પર દેરોલ પુલ પાસે ટીમની કાર્યવાહી સામે આવી છે. તેમાં રૂપિયા 7.44 લાખના વિદેશી દારૂ સાથે બે આરોપીઓને પણ દબોચ્યા હતો. જેમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દારૂ ભરેલ ટ્રક ઝડપી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદની આફત, આ વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર 

વિજાપુર તાલુકાની પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી

વિજાપુર તાલુકાના રણછોડપુરા ગામ પાસે દેરોલ સાબરમતી બ્રિજની બાજુમાં આવેલ દર્શન હોટલ નજીકથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમી આધારે રેડ કરીને રાજસ્થાન પાર્સીંગની ટ્રક ઝડપી હતી. ટ્રકમા તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો ઝડપાઈ હતી. સ્ટેટ મોનીટરીંગ સેલે દારૂ ભરેલ ટ્રક ઝડપી હતી. ત્યારે સ્થાનિક વિજાપુર તાલુકાની પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી.

આ પણ વાંચો: અમદાવાદ: લો, બોલો AMC ચોમાસામાં રોપા સાચવવા રૂ.3.15 કરોડનો ખર્ચ કરશે 

પોલીસે કુલ મળી રૂપિયા 15,85,965નો મુદ્દામાલ જપ્ત કર્યો

ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, વિજાપુર-હિંમતનગર હાઇવે રોડ દેરોલ પુલ પાસેથી રાજસ્થાનથી માર્બલ ભરેલી ટ્રક વિદેશી દારૂ ભરી મહેસાણા તરફ્ જઈ રહી છે. ઉપરોક્ત બાતમી આધારે દર્શન હોટલ પાસે ટ્રક ઊભી રાખી તેમાં તપાસ કરતા તેમાં માર્બલ પથ્થરની આડસમાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દારૂની 5928 બોટલ, કિંમત રુ.7,44,000 તેમજ ટ્રકની કિંમત રુ.8 લાખ કુલ મળી રુ.15,85,965ના મુદ્દામાલ સાથે ટ્રકના ડ્રાઈવર કંડકટર ગજેન્દ્રસિંહ ચંદ્રભાનસિંહ ઝાલા રહે.કાલીમગરી, પ્રતાપનગર રાજસ્થાન અને સૂરજબહાદુર કિશનબહાદુર સોની રહે.સુખેઇ ઇન્ડસ્ટ્રીઝ ભીલવાડા રાજસ્થાન વાળાને ટ્રકમાંથી ઝડપી લીધા હતા. જ્યારે રાજસ્થાનથી દારૂ મોકલનાર સોનુ મારવાડીને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button