- 31મી ડિસે.2023 સુધીમાં 4214 કરોડના 3,36,906 દસ્તાવેજ થયા
- 2024માં આ આંકડો 4500 કરોડને પાર થઇ જવાનો અધિકારીઓને અંદાજ
- 2023માં સમગ્ર વર્ષ દરમિયાન સૌથી વધુ 32,450 દસ્તાવેજ સોલામાં થયા
અમદાવાદમાં એક જ વર્ષમાં રૂ. 4,214 કરોડના 3,36,906 દસ્તાવેજ થયા છે. જેમાં વર્ષ 2022માં 3,207 કરોડના 3,05,259 દસ્તાવેજ થયા હતા. ગતવર્ષની તુલનામાં એક હજાર કરોડ અને 31,647 દસ્તાવેજનો વધારો થયા છે. શહેરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર વર્ષે 12થી 15 ટકાનો ગ્રોથ રહે છે. જેને લીધે દસ્તાવેજના આંકડામાં પણ 10 ટકાનો વધારો નોંધાયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં હાડથીજવતી ઠંડી, જાણો કયુ શહેર ઠુંઠવાયુ
31મી ડિસે.2023 સુધીમાં 4214 કરોડના 3,36,906 દસ્તાવેજ થયા
31મી ડિસે.2023 સુધીમાં 4214 કરોડના 3,36,906 દસ્તાવેજ થયા છે. પ્રતિદિન 923 દસ્તાવેજ નોંધાયા છે. જેની સામે વર્ષ 2022માં 3207 કરોડના 3,05,259 દસ્તાવેજ થયા હતા. 2022ની તુલનામાં 31,647 દસ્તાવેજ વધુ થયા છે અને રૂપિયા એક હજાર કરોડની આવક પણ વધી છે. રિડેવલપમેન્ટની પ્રક્રિયાને લઇને વર્ષ 2024માં દસ્તાવેજની સંખ્યામાં 15 ટકાનો વધારો થવાનો ડેવલપર્સ દ્વારા અંદાજ મૂકવામાં આવ્યો છે. સરકાર દ્વારા 2023માં સ્ટેમ્પ ડયૂટી ડબલ કરવા છતાં વર્ષ 2022ની તુલનાએ 31 હજાર દસ્તાવેજ વધુ નોંધાયા છે.
એક ટકો રજિસ્ટ્રેશન ફી પ્રમાણે 631 કરોડની આવક થઇ
સરકારને 2023માં પહેલી જાન્યુઆરીથી 31મી ડિસે. સુધીમાં એક ટકો રજિસ્ટ્રેશન ફી પ્રમાણે 631 કરોડની આવક થઇ છે. જેની સામે 2022માં 485 કરોડની આવક થઇ હતી. 2023માં અંદાજે 146 કરોડની વધુ આવક થઇ છે. 2023માં સમગ્ર વર્ષ દરમિયાન સૌથી વધુ 32,450 દસ્તાવેજ સોલામાં થયા છે, જ્યારે સૌથી ઓછા 8,926 દસ્તાવેજ વેજલપુરમાં થયા છે. સરકારને એક ટકો રજિસ્ટ્રેશન ફી અને સ્ટેમ્પ ડયૂટી મળી છેલ્લા ત્રણ વર્ષની સરખામણીમાં વર્ષ 2021માં 2,65,378 દસ્તાવેજની 2728 કરોડ, વર્ષ 2022માં 3,05,259 દસ્તાવેજની 3207 કરોડ અને 3,36,906 દસ્તાવેજની 4214 કરોડ આવક થઇ છે. 2024માં આ આંકડો 4500 કરોડને પાર થઇ જવાનો અધિકારીઓને અંદાજ છે.