બિઝનેસ

IT અને FMCGના શેરોમાં ધમધમાટ, જાણો કેટલા અંકોના ઉછાળા સાથે બંધ થયું શેરબજાર

Text To Speech
  • સેન્સેક્સ 582 અંકોના ઉછાળા સાથે 59,689 અંકો પર બંધ રહ્યું
  • નિફ્ટી 160 પોઈન્ટના ઉછાળા સાથે 17,557 પોઈન્ટ પર બંધ રહ્યું
  • બેન્કિંગ, IT, ફાર્મા, FMCG, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર સેક્ટરના શેરોમાં તેજી

ભારતીય શેરબજાર માટે બુધવારનું ટ્રેડિંગ સત્ર ખૂબ જ સારુ રહ્યું છે. નવા નાણાકીય વર્ષના બીજા ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની ખરીદીને કારણે સેન્સેક્સ 500 પોઈન્ટ ઉછળ્યો હતો. આજના ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 582 પોઈન્ટના વધારા સાથે 59,689 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 160 પોઈન્ટના ઉછાળા સાથે 17,557 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

આ પણ વાંચો : શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું, રોકાણ કરતા પહેલા જાણીલો ક્યાં શેરોમાં છે ઉછાળો

સેક્ટરોલ અપડેટ

આજના ટ્રેડિંગમાં બેન્કિંગ, IT, ફાર્મા, FMCG, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર સેક્ટરના શેરોમાં તેજી જોવા મળી છે. જ્યારે એનર્જી, ઓટો, સેક્ટરના શેરમાં પ્રોફિટ-બુકિંગ જોવા મળ્યું છે. આજના ટ્રેડિંગમાં જ્યાં સ્મોલકેપ સેક્ટરના ઈન્ડેક્સ તેજી સાથે બંધ થયા છે, ત્યાં મિડકેપ ઈન્ડેક્સ લાલ નિશાન સાથે બંધ થયું છે. નિફ્ટીના 50 શેરોમાંથી 38 શેરો ઉછાળા સાથે જ્યારે 12 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 21 ઉછાળા સાથે અને 9 નુકસાન સાથે બંધ થયા

આ પણ વાંચો : શેરબજારમાં ટ્રેડિંગ કરતા લોકો માટે સારા સમાચારઃ 27 જાન્યુઆરીથી T+1 સિસ્ટમ લાગુ!

રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો

આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં જોરદાર ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 261.31 લાખ કરોડ પર પહોંચી ગયું છે, જે સોમવારે રૂ. 259.63 લાખ કરોડ હતું. આજના ટ્રેડિંગમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.68 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.

Back to top button