કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

સટ્ટા માટે હાઇટેક બન્યા બુકીઓ ! સટ્ટોડિયાએ અપનાવી એવી ગજબની ટેકનીક કે પોલીસ પણ દંગ રહી ગઈ

Text To Speech

હાલ આઈપીએલની મેચ ચાલી રહી છે.આવામાં ઓનલાઇન સટ્ટા માટે બુકીઓ હાઇટેક બન્યા છે. અને ઓનલાઈન સટ્ટો રમાડતા બુકીઓ પણ હવે નવી નવી ટેકનીક અપનાવી રહ્યા છે. રાજકોટમા ઓનલાઈન સટ્ટા માટે બુકીએ એવી ટેકનીક અપનાવી છે કે આ જોઈને પોલીસ પણ આશ્ચર્ચમાં મુકાઈ ગઈ હતી. રાજકોટના એક ટી પોસ્ટ કાફેના કપમાં સટ્ટાના આઈડીનો મામલે સામે આવ્યો છે.

સટ્ટા માટે અપનાવી હાઇટેક ટેકનીક

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં ઓનલાઈન સટ્ટાબાજીનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. સટ્ટોડિયા દ્વારા ટી  પોસ્ટ કાફેના ચા ના કપમાં સટ્ટા માટે હાઇટેક એપ્લીકેશન બનાવવામાં આવી છે. કાફેના ચાના કપમાં ક્રિકેટ સટ્ટાની એપ્લિકેશનનો QR કોડ આવે છે. જેને સ્કેન કરતા એપ્લીકેશન ખુલતા વોટ્સ એપનો લોગો આવે છે, તે ક્લિક કરતા ડાયરેક્ટ વોટ્સ એપ ચેટ ખુલે છે અને તેમાં આઈડી બનાવવાની ઓફર આપવામાં આવે છે. આમ ચાના કેફની અંદર પીરસવામાં આવતા કપમાં QR કોડ દ્વારા ક્રિકેટનો સટ્ટો રમાતો હોવાનું સામે આવ્યું છે. આ મામલાની જાણ થતાં કાફે દ્વારા આ કપ આપવાના બંધ કરવામાં આવ્યા છે.

 

પોલીસે હાથ ધરી કાર્યવાહી 

આમ પોલીસને ઊંઘતી રાખી બુકીઓએ ક્રિકેટ સટ્ટાની નવી જ ટેકનિક અપનાવી રહ્યા હોવાનું સામે આવતા પોલીસની કામગીરી પર પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. ઓનલાઈન સટ્ટો રમાડતાઆવા હાઈટેક બુકીઓને પકડવા પોલીસ માટે પડકાર રૂપ બન્યા છે. હાલ આ વિગતો સામે આવતા આ મામલે સાઇબર ક્રાઈમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

 આ  પણ વાંચો : આ વખતે ચોમાસાના આગમનમાં થશે વિલંબ, IMDએ કરી મહત્વની આગાહી

Back to top button