

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા “Modi@20: Dreams meet Delivery” પર પુસ્તક વાંચન અને ઈન્ટરેક્ટિવ સત્રનું આયોજન કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, અમદાવાદના મેયર કીરીટ પરમાર અને અગ્ર સચિવ IAS એસ.જે. હૈદરની ઉપસ્થિતિમાં થયેલ હતું.

GCCI પ્રમુખ પથિક પટવારીએ તેમના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યાત્રાને ગુજરાતના લોકોએ નજીકથી જોઈ છે, તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન મેક ઈન ઈન્ડિયા અને વાયબ્રન્ટ ગુજરાત જેવા રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે વિવિધ સીમાચિહ્નરૂપ પહેલના અમલીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ઔદ્યોગિક આત્મનિર્ભરતા માટે સ્ટાર્ટ-અપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, સબકા સાથ સબકા વિકાસ, ખેલેગા ઇન્ડિયા, વિશ્વ યોગ દિવસ, આઝાદી કા અમૃત મહોત્સવ, પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા, બેટી પઢાઓ, બેટી બચાવો ઝુંબેશ માત્ર રાજકીય અભિયાનો નથી, પરંતુ તે લાંબા ગાળાની વ્યૂહાત્મક નીતિઓ છે, જે ભારતને મહાસત્તા દેશ બનાવવા માટે સમયની જરૂરિયાત હતી. PM મોદીના દૂરંદેશી વિચારો, દૂરંદેશી અભિગમ અને નીતિઓના વ્યૂહાત્મક અમલીકરણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને સ્તરે ભારત ઘણા માપદંડો હાંસલ કરાવ્યા છે અને આનાથી મોદીજીની ઓળખ રાષ્ટ્રીય નેતાથી વૈશ્વિક નેતામાં બદલાઈ ગઈ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે તેમના નિર્ણાયક નેતૃત્વ હેઠળ અને Ease of Doing Businessમાં ઘણા સ્થાનો ઉપર ચઢવામાં સફળ રહ્યા છે અને નિર્ધારિત સમય પહેલા 3 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની ગયું છે અને 5 ટ્રિલિયન ડોલરના આંક તરફ આગળ વધી રહ્યું છે.


પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલ્વે દ્વારા ઉપયોગમાં લેવાતી રિજનરેટેડ ટેક્નોલોજીના મહત્વ વિશે ચર્ચા કરી અને જણાવ્યું કે, ટુંક સમયમાં રેલ્વે 100% રિજનરેટેડ ઉર્જાનો ઉપયોગ કરશે.