ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Book My Showની સર્વિસ થઈ ઠપ્પ, સોશિયલ મીડિયા પર થવા લાગ્યું ટ્રેન્ડ

Text To Speech
  • કંપનીએ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી

નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર: Book My Showની સર્વિસ આજે રવિવારે બપોરે ઠપ્પ થઈ ગઈ હતી. ઘણા લોકોને આને લઈને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો અને બપોરે 12:10 વાગ્યે આ X પ્લેટફોર્મ (ટ્વિટર) પર ટોચ પર ટ્રેન્ડ થવા લાગ્યું હતું.  પ્લેટફોર્મ પર Coldplayની ટિકિટ બુકિંગ સાથે આ પોર્ટલ ડાઉન થઈ ગયું હતું. જોકે, કંપનીએ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

જૂઓ આ ફની મીમ્સ

 

 

ઘણા યુઝર્સે X પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું

હેશટેગ #BookMyShowનો ઉપયોગ કરીને, ઘણા યુઝર્સે જાણ કરી કે, તેઓ આ એપ્લિકેશનની સેવાને ઍક્સેસ કરી શકતા નથી. ઘણા મીમ્સ બહાર આવ્યા છે. ડાઉન ડિટેક્ટર, જે વિશ્વભરમાં આઉટેજને ટ્રેક કરે છે, તેણે પણ હજી સુધી આની પુષ્ટિ કરી નથી. Book My Show એક બુકિંગ પ્લેટફોર્મ છે. જ્યાં યુઝર્સ પોતાના માટે મૂવી, સ્પોર્ટ્સ અથવા કોઈપણ લાઈવ કોન્સર્ટ બુક કરી શકે છે.

9 વર્ષમાં પ્રથમ વખત ભારતમાં Coldplayનો કોન્સર્ટ

Coldplayએ ગ્લોબલ મ્યુઝિક બેન્ડ છે. જે સમગ્ર દુનિયામાં લોકપ્રિય છે. આ બેન્ડનો પ્રવાસ આવતા વર્ષે ભારતમાં મુંબઈ ખાતે આવેલા DY પાટિલ સ્ટેડિયમમાં યોજાવા જઈ રહ્યો છે, જેના માટેનું બુકિંગ હવેથી શરૂ થઈ રહ્યું છે. આ બેન્ડનો કાર્યક્રમ ભારતમાં 9 વર્ષમાં પ્રથમ વખત આયોજિત થવા જઈ રહ્યો છે. આ બેન્ડ ભારતીય લોકોમાં ટ્રેન્ડ પણ ખૂબ રહેલો છે. જેથી આ કોન્સર્ટની ટિકિટ મેળવવા માટે લોકો BookMyShowની વિઝિટ કરી રહ્યા છે. જેને પગલે તેની સર્વિસ ઠપ્પ થઈ હોવાની માહિતી છે.

આ પણ જૂઓ: પ્રેમ, લગ્ન અને છૂટાછેડાના દુ:ખોથી ગુજરી દીકરીઓ, હવે પીગળ્યું ફરહાન અખ્તરનું દિલ

Back to top button