ટ્રેન્ડિંગમનોરંજન

અનંત-રાધિકાના લગ્ન માટે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સની તમામ 5 સ્ટાર હોટલ બુક, જાણો ભાડું

  • અનંત-રાધિકાના લગ્નને કારણે બાંદ્રા-કૂર્લા કોમ્પ્લેક્સની તમામ હોટેલ્સ બુક થઈ ગઈ છે. અહીં સ્થિત બે મેઈન હોટલના તમામ રૂમ બુક થઈ ચૂક્યા છે. બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ મુંબઈનું એક મુખ્ય રિયલ એસ્ટેટ સેન્ટર છે

મુંબઈ, 8 જુલાઈ, સોમવારઃ અંબાણી પરિવારનો લગ્નપ્રસંગ હાલમાં સમાચારોમાં ચમકી રહ્યો છે. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન છે. આ હાઈપ્રોફાઈલ વેડિંગને કારણે મુંબઈમાં અત્યારે ભારે વ્યસ્તતા જોવા મળી રહી છે. લગ્નની તમામ વિધિઓ અને પ્રી-વેડિંગ સેરેમની મુંબઈમાં જ થઈ રહી છે, જેના કારણે તેની અસર હોટલ બુકિંગ પર પણ જોવા મળી રહી છે.

બાંદ્રા-કુર્લા કોમ્પ્લેકસની તમામ મોટી હોટલ્સ ફૂલ

અનંત-રાધિકાના લગ્નને કારણે બાંદ્રા-કૂર્લા કોમ્પ્લેક્સની તમામ હોટેલ્સ બુક થઈ ગઈ છે. અહીં સ્થિત બે મેઈન હોટલના તમામ રૂમ બુક થઈ ચૂક્યા છે. બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ મુંબઈનું એક મુખ્ય રિયલ એસ્ટેટ સેન્ટર છે, જ્યાં અંબાણી પરિવારનો લગ્ન સમારોહ યોજાવા જઈ રહ્યો છે.

અનંત-રાધિકાના લગ્ન માટે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સની તમામ 5 સ્ટાર હોટલ બુક, જાણો ભાડું hum dekhenge news

આકાશને આંબતુ ભાડું

આ વિસ્તારની એક હોટલ એક રાતના એક રૂમના 91,350 રૂપિયા ભાડુ ઓફર કરી રહી છે. જ્યારે તેનું સામાન્ય ભાડું 13,000 રૂપિયા પ્રતિ રાત્રિ છે. આ દરો 14મી જુલાઈના રોજ યોજાનાર કાર્યક્રમ માટે છે. આ દિવસના ફંકશન બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાવાના છે. જો કે મહેમાનો ક્યાં રોકાશે તે અંગે કોઈ સત્તાવાર જાણકારી મળી નથી, પરંતુ બીકેસી અને આસપાસના વિસ્તારોની હોટેલના દરોમાં તીવ્ર વધારો થયો છે.
અહીં 9 જુલાઈના રોજ રૂમના દરની કિંમત ₹10,250 પ્રતિ રાત્રિ અને પ્લસ ટેક્સ છે. 15મી જુલાઈએ તે ₹16,750 પ્લસ ટેક્સ અને 16મી જુલાઈએ ₹13,750 પ્લસ ટેક્સ બતાવે છે. 10મી જુલાઈથી 14મી જુલાઈ સુધી વેબસાઈટ પર કોઈ રૂમ ઉપલબ્ધ નથી.

અન્ય હોટલ પણ લાઈનમાં

હોટેલની વેબસાઈટમાં દર્શાવાયું છે કે આ તારીખો માટે તમામ રૂમ બુક થઈ ચૂક્યા છે. 10 જુલાઈથી 11 જુલાઈ સુધી બુકિંગ માટે અનેક હોટલ્સની વેબસાઈટ પર ‘માફ કરશો, અમારી વેબસાઇટ પર વિનંતી કરેલી તારીખો માટે રહેવાની સગવડ નથી’ જેવો મેસેજ બતાવવામાં આવી રહ્યો છે. જોકે આ તારીખો પર 5 સ્ટાર હોટલ્સ જેમ કે ગ્રાન્ડ હયાત, તાજ સાંતાક્રુઝ, તાજ બાંદ્રા અને સેન્ટ રેજીસ જેવી અન્ય 5 સ્ટાર હોટલોમાં રૂમ ઉપલબ્ધ છે. જોકે તેનો ભાવ આકાશને આંબી રહ્યો છે.

આ પણ વાંચોઃ કલ્કિ 2898 એડી 500 કરોડને પાર, જાણો કિલ-મુંજાએ કેટલી કરી કમાણી ?

Back to top button