હાડકાં મજબૂત થવાની સાથે સંક્રમણની સમસ્યા થશે દૂર, પીઓ આ પાણી
હીંગ કોઇ સાધારણ મસાલો નથી. ભારતીય રસોઇમાં તે તમને સહેલાઇથી મળી શકે છે. તેને એક પ્રાચીન મસાલા તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય રસોઇમાં સામાન્ય રીતે હીંગને કોઇપણ વાનગીમાં સામેલ કરવામાં આવે છે. તે સિવાય કેટલાક આયુર્વેદિક ઉપાય અનુસાર હીંગને કોઇ સવિશેષ તેલ કે મિશ્રણમાં મિક્સ કરીને શરીર પર લગાવવું ફાયદાકારક માનવામાં આવે છે. તો આવો જોઇએ હીંગનું પાણી પીવાથી ક્યા ક્યા લાભ થાય છે.
– હીંગના પાણીને સતત 7 દિવસ પીવાથી શરીરમાં ઘણાં બદલાવ આવે છે. જે તમારી પાચન શક્તિને મજબૂત બનાવે છે. હીંગના પાણીથી શરીરમાં બની રહેલું એસિડ ખતમ થઇ જાય છે અને પેટના રોગ દૂર થાય છે.
– પહેલાના સમયમાં હીંગના પાણીનુંં પીણું એક ગર્ભનિરોધક ઉપચાર માનવામાં આવતો હતો. તે સિવાય તેને પેટના રોગનો ઇલાજ કરવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવતો હતો. હીંગની પેસ્ટ બનાવી રાખી અને નાક પર તેમજ છિદ્રોની પાસે લગાવવાથી શરદી-ઉધરસની સમસ્યા દૂર કરવામાં આવતો હતો.
– હીંગના પાણી ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ ઇલાજ છે. તે સિવાય જેની કિડની કમજોર હોય તેના માટે પણ હીંગનું પાણી એક અસરકારક ઘરેલું ઉપચાર છે. તે ધીમે-ધીમે કિડનીને ખરાબ કરનાર સંક્રમણને દૂર કરે છે અને યુરિન માર્ગથી દૂર કરે છે.
– હીંગનું પાણી હાડકા માટે લાભદાયી માનવામાં આવે છે. હીંગના પાણીનું સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે. તે સિવાય આ પાણીથી શ્વાસ સંબંધી બિમારીઓ પણ દૂર થાય છે. રોજ હીંગનું પાણી પીવાથી શરીરમાં પાણીની ઉણપ રહેતી નથી., હીંગને એન્ટી-ઓક્સીડેન્ટ માનવામાં આવે છે. તો તેના પાણીનું સેવન કરવાથી શરીરના કેટલાક સંક્રમણોનો અંત આવે છે અને સાથે જ નબળાઇ પણ દૂર થાય છે. પરંતુ સતત સાત દિવસ પાણી પીવાથી શરીરના કેટલાક રોગથી છૂટકારો મળે છે.