

ઉત્તરાયણની સાથે ઠંડીનું જોર પણ વધી રહ્યું છે ત્યારે રાજ્યના વિવિધ સ્થાનો પર તાપમાન 10 ડિગ્રીથી નીચે ગયુ છે. તથા નલિયામાં સૌથી નીચુ 4.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. અને ગાંધીનગરમાં 7.7 ડિગ્રી જ્યારે વડોદરામાં 8.4 ડિગ્રી તાપમાન રહ્યું છે. તો અમદાવાદમાં પણ પણ 9 થી 10 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે.
આ પણ વાંચો : ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાથે ઉજવી ઉત્તરાયણ
તેમજ પવનની ગતિ પણ 3.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેતા લોકોને ઠંડીનો અહેસાસ થયો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં પણ તાપમાન 8 ડિગ્રી સુધી પહોંચ્યું છે. જ્યારે ભુજ 9.2 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ વલ્લભવિદ્યાનગર 8 ડિગ્રી જ્યારે ડીસા 9.1 ડિગ્રી તાપમાન સાથે પારો ગગડ્યો છે.
શનિવારે ઉત્તરાયણના દિવસ પર રાજ્યમાં જોવામાં આવે તો તાપમાન 15 થી 16 ડિગ્રી જેટલું નીચું નોંધાયું હતું, જ્યારે કેટલાંક સ્થળે પારો 13 ડિગ્રી રહ્યો હતો. આથી રાત્રે જ નહીં દિવસે પણ થોડી ઠંડીનો ચમકારો દેખાઈ રહ્યો છે. આ તરફ ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે પશ્ચિમોત્તર ભારતના રાજ્યોમાં અને ગુજરાત સહિતના રાજ્યોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધવાની સંભાવના હવામાન નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ તરફ ભારતના હવામાન વિભાગ દ્વારા શનિવારે જણાવવામાં આવ્યું છે કે રાજધાની દિલ્હીમાં આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાન માઈનની નજીક પહોંચવાની સંભાવનાઓ છે. સોમવારથી બુધવાર વચ્ચે દિલ્હી-NCRના કેટલાક ભાગોમાં તાપમાનમાં મોટો ઘટાડો થઈને કોલ્ડ વેવની અસર અનુભવાઈ શકે છે.