

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી શરૂ થઈ ગઈ છે. આજે રાજ્યના 09 શહેરોમાં 11 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. જેમાં ગત રાત્રિએ નલિયા ૭.૮ ડિગ્રી સાથે ઠંડુગાર રહ્યું હતું. આ સાથે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે, ઉત્તરના પવનોને કારણે રાજ્યમાં હજુ પણ ઠંડીનો પારો ગગડશે.
કચ્છમાં આવતા બે દિવસ લોકો ઠીંગરાશે
રાજ્યમાં ઠંડીનો ચમકારો વધતા લોકો તાપણું કરી લઈ રહ્યા છે, સાથે જ લોકો શિયાળાની શીત લહેરની મજા પણ માણી રહ્યા છે. ઉત્તરના ઠંડા પવનો ગુજરાત બાજુ ફંટાતા ઠંડી વધી રહી છે. રાજ્યમાં 15 કિમીની ઝડપે ઠંડા પવનો ફુંકાતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હજુ પણ તાપમાનનો પારો ગગડશે, ઉત્તરના પવનોને કારણે હજુ પણ ઠંડીનો ચમકારો વધશે. આગામી સપ્તાહે હજુ બે-ત્રણ ડિગ્રી સુધી ઠંડીનો પારો ગગડશે. હવામાન વિભાગે આગામી 2 દિવસ નલિયા અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના જુદા-જુદા શહેરોના તાપમાન
શહેર ઠંડી
નલિયા ૭.૮
ગાંધીનગર ૮.૭
અમદાવાદ ૧૦.૦
અમરેલી ૧૦.૦
ડીસા ૧૦.૦
પાટણ ૧૦.૦
રાજકોટ ૧૦.૧
વડોદરા ૧૦.૬
ભૂજ ૧૧.૬
ભાવનગર ૧૩.૦
કંડલા ૧૩.૦
સાસણ ગીર ૧૪.૪
સુરત ૧૫.૪
દ્વારકા ૧૬.૦
દમણ ૧૬.૨