ટોપ ન્યૂઝનેશનલવિશેષ

’24 જગ્યાએ બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા છે’, આસામમાં આતંકવાદી સંગઠન ULFA(I)એ કર્યો મોટો દાવો; પોલીસ થઇ દોડતી

આસામ, 15 ઓગસ્ટ: આસામમાં આજે પ્રતિબંધિત સંગઠન ULFA (I) એ દાવો કર્યો છે કે તેણે રાજ્યભરમાં 24 સ્થળોએ બોમ્બ પ્લાન્ટ કર્યા છે. આ પછી પોલીસ અને સુરક્ષાકર્મીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. પોલીસે અનેક ટીમોને વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવાનો આદેશ આપ્યો છે. દરેક પોલીસ ટીમમાં બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડનો પણ સમાવેશ થાય છે. સમગ્ર રાજ્યમાં ભયનો માહોલ છે.

જનતા પાસેથી સહકાર માંગ્યો

પોલીસે જણાવ્યું હતું કે ULFA (I) દ્વારા જાણ કરવામાં આવેલા તમામ સ્થળોએ બોમ્બ નિકાલ ટુકડીઓ મોકલવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ બોમ્બ અથવા વિસ્ફોટકની રિકવરીનાં સમાચાર પ્રાપ્ત થયા નથી. યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ઉલ્ફા) (સ્વતંત્ર) દ્વારા અનેક મીડિયા ચેનલોને મોકલવામાં આવેલા કથિત ઈમેલમાં, આતંકવાદી સંગઠને દાવો કર્યો છે કે બોમ્બ “તકનીકી નિષ્ફળતા”ને કારણે વિસ્ફોટ થયો નથી. પોલીસે 19 બોમ્બના ચોક્કસ સ્થળોની ઓળખ કરતી યાદી પ્રદાન કરી હતી અને જણાવ્યું હતું કે વધુ પાંચ વિસ્ફોટકોના સ્થાનો નક્કી કરી શકાયા નથી. તે જ સમયે, પોલીસે બોમ્બને નિષ્ક્રિય કરવા માટે લોકોનો સહકાર માંગ્યો હતો.

તમામ જિલ્લાઓને એલર્ટ મોકલવામાં આવ્યા છે

આસામ પોલીસ હેડક્વાર્ટરના એક અધિકારીએ જણાવ્યું હતું કે તમામ જિલ્લાઓના પોલીસ અધિક્ષકો, ખાસ કરીને જેઓ ULFAના શાંતિ વાટાઘાટો વિરોધી જૂથની સૂચિમાં સામેલ છે, તેમને એલર્ટ કરવામાં આવ્યા છે અને તેમને વિસ્તારોની સંપૂર્ણ તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે. “બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ્સ, મેટલ ડિટેક્ટર અને સ્નિફર ડોગ્સને દરેક જગ્યાએ મોકલવામાં આવ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ‘હજુ સુધી અમને બોમ્બ રીકવર થયાની કોઈ માહિતી મળી નથી.’

ગુવાહાટીમાં 24 માંથી 8 સ્થળો

જો કે, નાગાંવ, લખીમપુર અને શિવસાગરના કેટલાક સ્થાનિક પોલીસ અધિકારીઓએ દાવો કર્યો હતો કે તેઓએ ઘટના સ્થળેથી “બોમ્બ જેવી સામગ્રી” મળી આવી છે. 24 સ્થળોમાંથી 8 સ્થાનો ગુવાહાટીમાં છે. આમાં દિસપુરના છેલ્લા દરવાજા પર એક ખુલ્લું મેદાન સામેલ છે, જે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને અન્ય મંત્રીઓના સત્તાવાર નિવાસસ્થાનની નજીક છે. બીજું સ્થાન સાતગાંવ રોડ છે જે ગુવાહાટીના નારેંગીમાં આર્મી કેન્ટોનમેન્ટ તરફ દોરી જાય છે. આ ઉપરાંત રાજધાનીના આશ્રમ રોડ, પાનબજાર, જોરાબત, ભાટાપારા, માલીગાંવ અને રાજગઢને પણ બોમ્બના સ્થળ તરીકે દર્શાવવામાં આવ્યા છે. શિવસાગર, ડિબ્રુગઢ, લખીમપુર, નાગાંવ, નલબારી, તામુલપુર, તિનસુકિયા અને ગોલાઘાટ જિલ્લાઓમાં પણ કેટલાક સ્થળોના નામ આપવામાં આવ્યા છે.

આસપાસના તમામ રસ્તાઓ બંધ

સુરક્ષાના કારણોસર, પોલીસે મેલમાં ઉલ્લેખિત સ્થળોની આસપાસના તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તમામ સ્થળોએ પહોંચી ગયા છે અને સર્ચ ઓપરેશન પર નજર રાખી રહ્યા છે.

આ પણ જૂઓ: જય શાહે બાંગ્લાદેશની ઓફર ઠુકરાવી, ભારતમાં નહીં યોજાય વર્લ્ડકપ, જાણો કેમ?

Back to top button