આવતીકાલે એટલે કે ગુરૂવારે 26 જાન્યુઆરી છે. જેને લઈને દેશભરમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે આ વચ્ચે એક એવા સમાચાર સામે આવ્યા છે કે ગુજરાતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જી હા ગુજરાતના અમદાવાદમાં બ્લાસ્ટ કરવાની ધમકીભર્યો પત્ર મળ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશનને બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. બીજી બાજુ ધમકીભર્યો પત્ર મળતા સમગ્ર શહેરમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે.
અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં મળેલા પત્રમાં ગીતા મંદિર બસ સ્ટેશન અને કાલુપુર રેલવે સ્ટેશન પર બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે. આ પત્રના આધારે ક્રાઈમબ્રાંચે તપાસ શરૂ કરી હતી. 26 જાન્યુઆરીએ ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોઈ આંતકવાદી પ્રવૃતિઓ ન બને તેના માટે પોલીસથી લઈને BSF સુધી એક્શન મોડમાં છે અને દેશભરમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં એક ધમકીભર્યો પત્ર મળી આવ્યો છે. જેમાં અમદાવાદમાં બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે. પત્રમાં મોબાઇલ નંબર પણ લખેલો છે, જેના કારણે પોલીસે તપાસ કરતા પત્ર કોઈ માનસિક વ્યક્તિએ મોકલ્યો હોવાની માહિતી સામે આવી છે.
મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનમાં 26 જાન્યુઆરીએ સવારે શહેરના કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતામંદિર બસ સ્ટેન્ડ પર બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકીભર્યો પત્ર મળ્યો હતો. જેના પગલે ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ પત્ર મળતાંની સાથે જ શહેર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી દીધી છે. આ પત્ર હિન્દીમાં લખવામાં આવ્યો હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. પરંતુ પાછળથી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કોઈ માનસિક વ્યક્તિએ આ પત્ર મોકલ્યો હતો.
આ પણ વાંચો : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 74માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કર્યું