ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જયપુરમાં એરપોર્ટ બાદ 6થી વધુ શાળાઓને બોંબની ધમકી: પોલીસ અને વહીવટીતંત્ર એલર્ટ મોડમાં

Text To Speech
  • 16 વર્ષ પહેલા આજના દિવસે જ થયેલા વિસ્ફોટમાં 71 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા

જયપુર, 13 મે: દિલ્હી-ગુજરાત બાદ રાજસ્થાનની રાજધાની જયપુરની ઓછામાં ઓછી ચાર શાળાઓને આજે સોમવારે ઈમેલ દ્વારા બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પોલીસની ટુકડીઓ આ શાળાઓમાં પહોંચીને તપાસ કરી રહી છે. જયપુરમાં 16 વર્ષ પહેલા આજના દિવસે જ વિસ્ફોટ થયા હતા જેમાં 71 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ શાળાઓના વિદ્યાર્થીઓ અને સ્ટાફના સભ્યોને બહાર કાઢવામાં આવ્યા છે, બોંબ ડિસ્પોઝલ અને ડોગ સ્કવોડ સાથે પોલીસની ટીમો શાળાઓમાં પહોંચી ગઈ છે. જયપુરના પોલીસ કમિશનર બિજુ જ્યોર્જ જોસેફે જણાવ્યું હતું કે, “ચાર-પાંચ શાળાઓને બોંબની ધમકી મળી છે. પોલીસ આ શાળાઓમાં પહોંચી ગઈ છે.”

આ ઘટના અંગે પોલીસે શું કહ્યું? 

પોલીસે કહ્યું કે, ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી છે અને ટીમ આ ઈમેલ મોકલનારા વ્યક્તિને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે. અહેવાલ અનુસાર, ધમકીભર્યો ઈ-મેલ સૌથી પહેલા મોતી ડુંગરી સ્થિત MPS સ્કૂલને મળ્યો હતો. પ્રિન્સિપાલ દ્વારા જાણ કરવામાં આવતાં બોંબ ડિસ્પોઝલ સ્કવોડ અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ મેઈલ મોકલનારા વ્યક્તિની માહિતી એકઠી કરી રહી છે. પોલીસે જણાવ્યું છે કે, તમામ શાળાઓમાં પોલીસની ટીમો મોકલવામાં આવી છે. દરેક જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે.

માહિતી આપતાં પોલીસે જણાવ્યું કે, મોતી ડુંગરી સ્થિત MPS સ્કૂલને સોમવારે સવારે 6 વાગ્યે સૌપ્રથમ મેલ દ્વારા બોંબની ધમકી મળી હતી. આ પછી બગરુ સ્થિત MPS, માણક ચોક, વિદ્યાધર નગર, વૈશાલી નગર, નિવારુ રોડ સ્થિત શાળાઓને બોંબથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી.

આ પણ જુઓ: ભારતથી કેનેડા પહોંચેલા વ્યક્તિની એરપોર્ટ પર જ ધરપકડ, ઈતિહાસની સૌથી મોટી ચોરીમાં નામ સામેલ

Back to top button