ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

CM યોગીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ આવતા ખળભળાટ

Text To Speech
  • સુરક્ષા મુખ્યાલયમાં તૈનાત પોલીસકર્મીના CUG નંબર પર કોલ આવતા ખળભળાટ

લખનઉ, 4 માર્ચ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના પોલીસ કંટ્રોલ રૂમમાં એક કોલ આવતાં ખળભળાટ મચી ગયો હતો. કારણ કે, આ કોલમાં રાજ્યના વડા\મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ કોલ પોલીસ કંટ્રોલ રૂમના CUG નંબર પર આવ્યો હતો. જે બાદ કંટ્રોલ રૂમમાં તૈનાત પોલીસકર્મીએ તરત જ ધમકીભર્યા નંબર અંગે ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. આ મામલામાં ગયા રવિવારે સેન્ટ્રલ ઝોનના મહાનગર કોતવાલીમાં સિક્યોરિટી હેડક્વાર્ટરમાં તૈનાત હેડ કોન્સ્ટેબલ ઉધમ સિંહની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે.

CM યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે: ફોન કરનાર

મળતી માહિતી મુજબ, ધમકીભર્યો કોલ સીયુજી નંબર પર કરવામાં આવ્યો હતો, જે હેડ કોન્સ્ટેબલને મળ્યો હતો. ફોન કરનારે કોન્સ્ટેબલને કહ્યું કે, “ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે.” જ્યારે ચીફ કોન્સ્ટેબલને પૂછવામાં આવ્યું કે, “તમે ક્યાંથી બોલો છો? જેથી તરત જ કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો હતો.”

તત્કાલીન ધોરણે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી

કોન્સ્ટેબલે તરત જ વરિષ્ઠ અધિકારીને આ કોલ વિશે જાણ કરી, ત્યારપછી ગભરાટ મચી ગયો હતો. હાલમાં સિક્યોરિટી હેડક્વાર્ટરમાં તૈનાત ચીફ કોન્સ્ટેબલની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ અને એજન્સીઓએ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દીધી છે. આરોપીઓને શોધવા માટે ચાર ટીમો તૈનાત કરવામાં આવી છે. ધમકી આપનાર વ્યક્તિનો મોબાઈલ ફોન સર્વેલન્સ સેલની મદદથી ટ્રેસ કરવામાં આવી રહ્યો છે. આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. આ પહેલા પણ સીએમ યોગીને ધમકીઓ મળી ચુકી છે.

ફરિયાદમાં શું કહેવામાં આવ્યું ?

ચીફ કોન્સ્ટેબલ ઉધમસિંહે આપેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, શનિવારે રાત્રે 10.08 વાગ્યે તેમના મોબાઈલ પર કોલ આવ્યો હતો અને ફોન કરનારે કહ્યું હતું કે, “સીએમ યોગીને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે.” જ્યારે ઉધમસિંહે ફોન કરનારનું નામ પૂછ્યું તો તેણે ફોન કાપી નાખ્યો. જે બાદ ઉધમસિંહે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને ઘટનાની જાણ કરી હતી.

આ પણ જુઓ: નફે સિંહ રાઠીની હત્યાના કેસમાં પોલીસને મોટી સફળતા, ગોવામાંથી 2 શૂટરોની ધરપકડ

Back to top button