ટ્રેન્ડિંગનેશનલ

ગુરુગ્રામ અને નોઈડાના મોલમાં બોંબની ધમકીઃ બંને મોલ ખાલી કરાવાયા

Text To Speech
  • ગુરુગ્રામના મોલમાં તપાસ બાદ કંઈ ન મળ્યું, ઈમેલ મોકલનારની તપાસ ચાલુ
  • નોઈડાના મોલમાં મોક ડ્રીલ યોજાઈ

નવી દિલ્હી, 17 ઓગસ્ટઃ શનિવારે બપોરે એક સાથે બે જગ્યાએ બોંબની ધમકીને પગલે ચિંતા અને નાસભાગ મચી ગઈ હતી. સૌથી પહેલાં ગુરુગ્રામના એમ્બિયન્સ મોલને ઘમકી મળી હતી. જેને પગલે તરત જ મોલમાં ઉપસ્થિત તમામને બહાર કાઢીને મોલ ખાલી કરાવવામાં આવ્યો હતો. થોડા સમયમાં જ નોઈડાના ડીએલએફ મોલમાં પણ બોંબની ધમકી મળી હતી અને ત્યાં પણ મોલ ખાલી કરાવીને તપાસ કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ બેમાંથી કોઈ મોલમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ કે બોંબ મળ્યાના અહેવાલ નથી.

એમ્બિયન્સ મોલને મળેલા ઈમેલમાં લખવામાં આવ્યું હતું કે, “મેં બિલ્ડિંગમાં બોંબ મૂકી દીધો છે. બિલ્ડિંગમાં હયાત દરેક વ્યક્તિ માર્યા જશે, તમારામાંથી કોઈ બચશે નહીં. મેં બોંબ એટલા માટે મૂક્યા કે મને મારી જિંદગીથી નફરત છે. આ હુમલા પાછળ પૈગી અને નોરા જવાબદાર છે.”

આ ઈમેલ બાદ મોલનું મેનેજમેન્ટ ગભરાઈ ગયું હતું અને તેણે પોલીસને જાણકારી આપી હતી. પોલીસ બોંબ સ્ક્વોડ સાથે સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. સાથે સાથે પોલીસ ઈમેલ મોકલનાર વ્યક્તિને પણ શોધવામાં પણ લાગી ગઈ છે.

જોકે, મોડેથી મળતા અહેવાલ અનુસાર, નોઈડના ડીએલએફ મોલમાં તો કોઈ ધમકી નહોતી મળી, પરંતુ ત્યાં મોક ડ્રીલ કરવામાં આવી હતી. મોક ડ્રીલ દરમિયાન લોકોને સલામત બહાર કાઢવાની અને સુરક્ષાની અન્ય વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી.

વાસ્તવમાં છેલ્લા થોડા મહિનાથી જે રીતે રેલવે અકસ્માતો થાય એ માટે કાવતરાં કરવામાં આવી રહ્યાં છે એ જ રીતે વિવિધ સ્કૂલ, હોસ્પિટલ, એરપોર્ટ વગેરે મહત્ત્વનાં સ્થળે નાસભાગ કરાવવાના ઈરાદાથી બોંબની ધમકીઓ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ ટ્રેન દુર્ઘટનામાં ષડયંત્રની આશંકા! મધરાતે રેલવે ટ્રેક પર શું રાખવામાં આવ્યું? IB કરશે તપાસ

Back to top button