ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીથી બેંગલુરુ જઈ રહેલી ફ્લાઈટમાં બોંબની ધમકી, ટેકઓફ બાદ ઇમરજન્સી લેન્ડિંગ

Text To Speech
  • ફ્લાઈટમાં કુલ 184 લોકો સવાર હતા અને લેન્ડિંગ બાદ ફ્લાઇટની તપાસ કરવામાં આવી 

નવી દિલ્હી, 16 ઓકટોબર: દિલ્હીથી બેંગલુરુ જઈ રહેલી અકાસા એરની ફ્લાઈટમાં આજે બુધવારે બોંબની ધમકી મળી છે. ફ્લાઈટમાં બોંબ હોવાનું સિક્યોરિટી એલર્ટ મળ્યા બાદ ફ્લાઈટને IGI એરપોર્ટ પર પરત લેન્ડ કરવામાં આવી હતી. ફ્લાઈટને એક અલગ આઈસોલેશન બેમાં રાખવામાં આવી છે. મુસાફરો અને ક્રૂની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ, ફ્લાઈટમાં બોંબ હોવાની માહિતી બપોરે 1.15 વાગ્યે મળી હતી. ફ્લાઈટમાં કુલ 184 લોકો સવાર હતા. લેન્ડિંગ બાદ ફ્લાઇટની તપાસ કરવામાં આવી રહી છે.

 

IGI એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું

દિલ્હી પોલીસનું કહેવું છે કે, દિલ્હીથી બેંગલુરુ જઈ રહેલા અકાસા એર પ્લેનમાં બોંબની ધમકી સંબંધિત સુરક્ષા ચેતવણી મળી હતી. માનક સુરક્ષા પ્રોટોકોલને અનુસરીને, ફ્લાઇટને તરત જ દિલ્હીના IGI એરપોર્ટ પર પરત લાવવામાં આવી હતી, જ્યાં તેને સુરક્ષિત રીતે લેન્ડિંગ કર્યું હતું.

અકાસા એર દ્વારા સત્તાવાર નિવેદન 

આ ઘટના અંગે માહિતી આપતાં અકાસા એરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ’16 ઓક્ટોબર, 2024ના રોજ 174 મુસાફરો, 3 શિશુઓ અને 7 ક્રૂ સભ્યો સાથેની દિલ્હીથી બેંગલુરુ જઈ રહેલી અકાસા એરની ફ્લાઈટ QP 1335ને સુરક્ષા એલર્ટ પ્રાપ્ત થયું હતું. અકાસા એરની ઈમરજન્સી રિસ્પોન્સ ટીમોએ આ પરિસ્થિતિ પર નજર રાખી અને તેમણે પાયલટને સલાહ આપી કે,તે અત્યંત સાવધાની સાથે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટનો સંપર્ક કરે. કેપ્ટને દિલ્હીમાં સલામત ઉતરાણ માટે તમામ જરૂરી ઇમરજન્સીની પ્રક્રિયાઓનું પાલન કર્યું અને આગમનનો અંદાજિત સમય આશરે 14:00 કલાકનો છે.’

આ પણ જૂઓ: કેન્દ્રીય મુખ્ય ચૂંટણી કમિ.રાજીવ કુમારના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

Back to top button