ગુજરાતના આ શહેરમાંથી અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર ઝડપાયો
- પોલીસે લગ્ન સ્થળોની સુરક્ષા વધારી દીધી છે
- વિરલ આશરાને લઈ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ રવાના થઇ
- X પર એક શંકાસ્પદ પોસ્ટ કરવામાં આવી હતી
ગુજરાતના વડોદરા શહેરમાંથી અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર ઝડપાયો છે. જેમાં સો.મીડિયા પર ધમકી આપી હતી. તેથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વડોદરાથી વિરલ આશરાને ઝડપ્યો છે. કારણ કે વડોદરાના વિરલે સો.મીડિયા પર મુંબઈના જીઓ કન્વેન્શન સેન્ટરને ઉડાવવાની ધમકી આપી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી, જાણો કયા થશે મેઘમહેર
વિરલ આશરાને લઈ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ રવાના થઇ
અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર વિરલ આશરાને લઈ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ રવાના થઇ છે. જેમાં વડોદરાથી અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારની ધરપકડ કરાઇ છે. વડોદરાના યુવકે સોશ્યલ મીડિયા પર ધમકી આપી હતી તેથી વાઘોડિયા રોડ ખાતે રહેતા વિરલ આશરાની ધરપકડ કરાઇ છે. દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થયા છે. લગ્નની ઉજવણી મહિનાઓથી ચાલી રહી છે. વિશ્વભરમાંથી મહેમાનો આવ્યા હતા. દરમિયાન અગાઉ બે શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે અને બોમ્બની ધમકી આપનાર વ્યક્તિની શોધ કરવામાં આવી રહી હતી જેમાં રાત્રે તેની પણ ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે લગ્ન સ્થળોની સુરક્ષા વધારી દીધી છે
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થઈ ગયા પરંતુ ઉજવણી હજુ પણ ચાલી રહી છે. દરમિયાન પોલીસે લગ્ન સ્થળોની સુરક્ષા વધારી દીધી છે. X પર એક શંકાસ્પદ પોસ્ટ પછી આ બન્યું. એક વ્યક્તિએ લગ્નમાં બોમ્બ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. અહેવાલ આવ્યા બાદ હંગામો થયો હતો, જો કે પોસ્ટ ખોટી હોવાનું બહાર આવ્યું હતું. લગ્ન સમારોહમાં હાજરી આપનાર હાઈ-પ્રોફાઈલ મહેમાનોની સલામતી સુનિશ્ચિત કરવા અધિકારીઓ સક્રિય બન્યા હતા. દરમિયાન બોમ્બની અફવા ફેલાવનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે પોસ્ટને ખોટી પોસ્ટ માનવામાં આવી હતી, પરંતુ પોલીસે કોઈ જોખમ લીધું નથી.