ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શ્રીનગરની રવિવારી બજાર પાસે બૉમ્બ વિસ્ફોટ, 10 લોકો ઘાયલ

Text To Speech

શ્રીનગર, 3 નવેમ્બર : જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શ્રીનગરના લાલ ચોકમાં ગ્રેનેડ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 10 લોકો ઘાયલ થયાના સમાચાર છે. વિસ્ફોટ બાદ લાલ ચોક પાસે ગભરાટ ફેલાયો હતો કારણ કે લાલ ચોક વિસ્તાર ખૂબ જ ભીડભાડ ધરાવતો વિસ્તાર છે. રવિવારના રોજ અહી રવિવાર બજાર ભરાય છે. આ બ્લાસ્ટ કયા પ્રકારનો હતો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

આ વિસ્ફોટને લઈને સેના કે પોલીસ તરફથી કોઈ ઔપચારિક નિવેદન આવ્યું નથી. જોકે પોલીસ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એક રહસ્યમય બ્લાસ્ટ હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે હજુ ગઈકાલે સેના દ્વારા એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો. હુમલામાં ઘાયલ થયેલા 10 લોકોના નામ મિસ્બા, અઝાન કાલુ, હબીબુલ્લાહ રાધર, અલ્તાફ અહેમદ સીર, ફૈઝલ અહેમદ, ઉર ફારૂક, ફૈઝાન મુશ્તાક, ઝાહિદ, ગુલામ મોહમ્મદ સોફી અને સુમૈયા જાન છે. જમ્મુ-કાશ્મીરમાં શનિવારે સતત બીજા દિવસે આતંકવાદી ગતિવિધિ જોવા મળી હતી.

જો કે હજુ સુધી આ હુમલો કોણે અને ક્યારે કર્યો છે તેની સત્તાવાર માહિતી સામે આવી નથી. હાલ તો આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત સેનાના જવાનો પણ દોડી ગયા હતા અને તેણે પણ મોરચો સંભાળી લીધો છે.

ઉલ્લેખનીય છે કે, સુરક્ષા દળોએ શનિવારે બે એન્કાઉન્ટરમાં પાકિસ્તાનના ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. આ બંને એન્કાઉન્ટર અલગ-અલગ જગ્યાએ થયા હતા. પ્રથમ એન્કાઉન્ટર શ્રીનગરમાં જ્યારે બીજી અનંતનાગમાં થઈ હતી. જેમાં સુરક્ષા દળોએ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ટોચના પાકિસ્તાની કમાન્ડર અને અન્ય બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

 

Back to top button