આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

પાકિસ્તાનના બલોચિસ્તાનમાં મસ્જીદ પાસે બોમ્બ બ્લાસ્ટ, 50થી વધુના થયાં મૃત્યુ

Text To Speech
  • 50થી વધુના થયાં મૃત્યુ તો 30થી વધુ ગંભીર રીતે ઘાયલ
  • મસ્જીદ પાસે આવીને સ્યુસાઇડ બોમ્બરે કર્યો વિસ્ફોટ

પાકિસ્તાનના બલોચિસ્તાનમાં મસ્જિદ પાસે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં 50થી વધુ લોકોના મૃત્યુ થયા હતા તો 30થી વધુ ગંભીર રીતે ઘાયલ થયેલા છે. મૃતકોમાં એક પોલીસકર્મી પણ સામેલ છે. આ ઘટના શુક્રવારે(29 સપ્ટેમ્બરે) મસ્તુંગ જિલ્લામાં બની હતી. જ્યાં બોમ્બ બ્લાસ્ટ થયો ત્યારે લોકો ઈદ મિલાદુન નબીની ઉજવણીમાં વ્યસ્ત હતા. ત્યારે સ્યુસાઇડ બોમ્બરે આવીને વિસ્ફોટ કર્યો હતો. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન ISISએ લીધી હતી. જેને લઈને આસિસ્ટન્ટ કમિશનર અતાઉલ્લા મુનિમે જણાવ્યું હતું કે બોમ્બ વિસ્ફોટની અસર વધુ હતી કારણ કે સ્થળ પર ભારે ભીડ હતી.

પાકિસ્બોતાન બોમ્બ બ્લાસ્ટ

પાકિસ્તાનમાં આવી ઘટનાઓ વારંવાર બની રહી છે

આ મહિનાની શરૂઆતમાં જમીયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલ (JUI-F) નેતા હાફિઝ હમદુલ્લા સહિત ઓછામાં ઓછા 11 લોકો આ જ જિલ્લામાં એક વિસ્ફોટમાં ઘાયલ થયા હતા. અઠવાડિયા અગાઉ લેવીના એક અધિકારીને બસ સ્ટેન્ડ પર અજાણ્યા લોકોએ ગોળી મારી હતી, જ્યારે ત્યાંથી પસાર થતા અન્ય બે લોકો ઘાયલ થયા હતા. જયારે ગયા વર્ષે ઓક્ટોબરમાં મસ્તુંગના કાબૂ હિલ વિસ્તારમાં બે વાહનોને નિશાન બનાવીને થયેલા બોમ્બ હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને છ અન્ય ઘાયલ થયા હતા. પાકિસ્તાનમાં દરરોજ આતંકી હુમલા થાય છે. આતંકવાદી જૂથો વચ્ચેની લડાઈને કારણે પણ હુમલા કરવામાં આવે છે. આ વર્ષે જાન્યુઆરીમાં ક્વેટાની એક મસ્જિદમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં દસ લોકો માર્યા ગયા હતા. આ હુમલામાં ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થયા છે. બલૂચિસ્તાનના દક્ષિણમાં એપ્રિલમાં થયેલા હુમલામાં ચાર લોકો માર્યા ગયા હતા. વ્યસ્ત બજારમાં થયેલા હુમલામાં 15થી વધુ લોકો ઘાયલ થયા છે.

આ પણ વાંચો: દિલ્હીમાં 25 કરોડનાં ઘરેણાં ચોરનારા બે જ દિવસમાં ઝડપાઈ ગયા

Back to top button