ટોપ ન્યૂઝનેશનલ

મોસ્કોથી દિલ્હી જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચારથી ખળભળાટ, 386 પેસેન્જર્સ અને 16 ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત

Text To Speech

નવી દિલ્હીઃ રશિયાની રાજધાની મોસ્કોથી દિલ્હી આવી રહેલા પ્લેનમાં બોમ્બ હોવાની માહિતી મળતાં ખળભળાટ મચી ગયો હતો. બોમ્બ થ્રેટ બાદ પ્લેનને દિલ્હીમાં સેફલી લેન્ડ થયું હતું. લેન્ડિંગ બાદ તપાસ ચાલી રહી છે. સારી વાત એ છે કે તમામ ક્રૂ મેમ્બર્સ અને વિમાનમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા છે. ફ્લાઈટમાંથી કુલ 386 મુસાફરો અને 16 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસે પણ આ અંગે સત્તાવાર માહિતી આપી છે.

ઈન્દિરા ગાંધી નેશનલ એરપોર્ટ હાઈએલર્ટ પર
મળતી માહિતી મુજબ મોસ્કોથી દિલ્હી જતી ફ્લાઈટમાં ગુરુવારે રાત્રે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યો હતો. ત્યારપછી સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી હતી અને એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી હતી. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હજુ પણ ફ્લાઈટનું સ્ક્રીનિંગ થઈ રહ્યું છે.

બીજી તરફ દિલ્હી પોલીસનું કહેવું છે કે ફ્લાઈટ નંબર SU 232 મોસ્કોથી સવારે 3.20 વાગ્યે દિલ્હી એરપોર્ટ પહોંચવાનું હતું. મોસ્કોથી ટર્મિનલ 3 (T3) પર બપોરે 3:20 વાગ્યે આવતી ફ્લાઈટમાં 11:15 વાગ્યે બોમ્બ હોવાની જાણ કરવામાં આવી હતી.

વિમાનની તપાસ ચાલી રહી છે
ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ શુક્રવારે સવારે દિલ્હી પોલીસને રશિયાના મોસ્કો શહેરથી દિલ્હી આવી રહેલા પ્લેનમાં બોમ્બ રાખવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી. આ પછી વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. તે પછી તરત જ, વિમાન લગભગ 3.20 વાગ્યે દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતર્યું. આ પછી વિમાનની તપાસ ચાલુ છે. સારા સમાચાર એ છે કે તમામ મુસાફરો સુરક્ષિત છે.

 દિલ્હી પોલીસની તપાસ શરૂ
દિલ્હી પોલીસે હજુ સુધી એ નથી જણાવ્યું કે પ્લેનમાં બોમ્બ હોવાની માહિતી કોણે આપી હતી? કહેવામાં આવી રહ્યું છે કે પ્લેનમાં બોમ્બની માહિતી આપનાર વ્યક્તિની શોધ કરવામાં આવી રહી છે.

આ પહેલા ઈરાનના પ્લેનમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી
ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં દિલ્હીમાં સુરક્ષા એજન્સીઓને ઈરાનના પેસેન્જર પ્લેનમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. આ પછી તમામ સુરક્ષા એજન્સીઓ અને સંબંધિત વિભાગોને એલર્ટ આપવામાં આવ્યું હતું. આ સાથે જ વિમાનને દેશની રાજધાની દિલ્હીમાં ઉતરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. સાથે જ સુરક્ષા એજન્સીઓને વિમાન પર નજર રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

વાસ્તવમાં, દિલ્હીમાં તાત્કાલિક લેન્ડિંગ માટે પરવાનગી માંગવામાં આવી હતી અને દિલ્હી એટીસીએ પ્લેનને જયપુર જવા સૂચવ્યું હતું. તે જ સમયે, પ્લેનના પાઇલટે ઇનકાર કર્યો અને ભારતીય હવાઈ ક્ષેત્ર છોડી દીધું હતું.

Back to top button