મનોરંજન

દિવાળી પાર્ટીઓમાં ન જોવા મળ્યું બોલિવૂડનું પાવર કપલ, ફરી અલગ થવાની અફવા ઉડી

Text To Speech

બોલિવૂડને તેની ફિલ્મો સાથે પાર્ટીઓ માટે પણ પ્રખ્યાત ગણાતી હોય છે. આ પાર્ટીઓમાં દરેક સ્ટાર ટશન અને ગ્લેમરસ લુક આ પાર્ટીઓમાં આવે છે. પરંતુ આ વખતે બોલિવૂડના ફેવરીટ કપલ દિપિકા પાદુકોણ – રણવીર સિંહ કોઈ પણ પાર્ટીમાં હાજર ન હતા. આ કારણે તેમના ચાહકોમાં નિરાશા દેખાઈ રહી હતી.

દિવાળીના તહેવારમાં બોલિવૂડમાં સતત પાર્ટીઓના લીધે ગ્લેમરનો પારો પણ હાઈ છે. આ પાર્ટીઓમાં દરેક સ્ટાર પોતાના બેસ્ટ લુકમાં આવે છે. એવામાં બધાનું જ ફેવરીટ કપલ આખરે ક્યાં ગાયબ છે. બધા જ બોલિવૂડ કપલ વચ્ચે આ પાવર કપલને કેમ ભૂલાય. તેઓ એક સાથે જાહેરમાં દેખાતા નથી માટે જ તેના ચાહકોમાં ખળભળાટ થઈ ગયો છે. સાથે જ ફરી એક વાર બંને વચ્ચે બધું બરાબર ન હોવાની અફવાઓ ઉડી રહી છે.

પાર્ટીમાં કેમ ન આવ્યા દિપિકા પાદુકોણ – રણવીર સિંહ?
આ કપાલના પાર્ટીઓમાં હાજર ન રહેવાથી લોકોનું માનવું હતું કે તમની વચ્ચે બધું બરાબર નથી. પરંતુ તમને જણાવીએ કે આવું કઈ જ પણ નથી. આ કપલ વચ્ચે બધું જ બરાબર છે. બંનેએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં પોતાના પ્રેમને સાબિત કર્યો હતો. બંને વચ્ચેનો પ્રેમ હજુ એવો જ છે. તો કેમ આ કપલ પાર્ટીઓમાં નથી દેખાઈ રહ્યું?

રણવીર હમણાં પોતાના કામ માટે સતત ટ્રાવેલ કરી રહ્યો છે, અને દીપિકા પાદુકોણ થોડા દિવસ પહેલા પોતાની તબિયત ખરાબ થયા પછી તે શૂટિંગ પર ધ્યાન આપી રહી છે અને બાકીનો સમય આરામ કરી રહી છે. રણવીર સિંહ બહાર હોવાના કારણે દીપિકા એકલી પાર્ટીઓમાં નથી જઈ રહી. અભિનેત્રીને તહેવારોની ઉજવણી પોતાના પરિવાર સાથે પસંદ છે. પહેલા દીપિકા કામની વચ્ચેથી સમય કાઢીને બેંગલોરમાં પોતાના પરિવાર સાથે ઉજવણી કરતી હતી પરતું તે આ વખતે રણવીર સિંહ અને સાસુ સસરા સાથે સમય પસાર કરવાની યોજના બનાવી રહી છે.

આ પણ વાંચો:સુકેશ કેસમાં જેકલીન ફર્નાન્ડિસને રાહત, વચગાળાના જામીન 10 નવેમ્બર સુધી લંબાયા

દિવાળી પાર્ટીઓમાં ચમક્યા બોલિવૂડ સ્ટાર
પાર્ટીઓ માટે પણ પ્રખ્યાત ગણાતા બોલિવૂડમાં, ફિલ્મ નિર્માતા રમેશ તૌરાની, ડિઝાઇનર મનીષ મલ્હોત્રા, આનંદ પંડિત જેવા ઘણા મોટા સેલિબ્રિટીએ દિવાળી પાર્ટીઓનું આયોજન કર્યું હતુ. આ પાર્ટીઓમાં લગભગ બધા જ સ્ટારે પોતાની હાજરી આપી હતી.

કેટરીના કૈફ – વિક્કી કૌશલ, અભિષેક બચ્ચન – ઐશ્વર્યા રાય, આયુષ્માન ખુરાના – તાહિરા કશ્યપ જેવા કપલ પાર્ટીઓને માણતા દેખાયા હતા. આ પાર્ટીઓમાં સ્ટારના સંતાનો પણ ચમકતા પહેરવેશ સાથે નવો ટ્રેન્ડ સેટ કરી રહ્યા હતા. પરંતુ દિપિકા પાદુકોણ – રણવીર સિંહ એક પણ જગ્યા પર હાજર ન હતા.

Back to top button