સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની ડેટ ફિક્સ !


બોલિવુડના જેટલમેન સિદ્ધાર્થ મલ્હોત્રા અને ક્યુટ કિયારા અડવાણી પોતાના સંબંધોના કારણે સતત ચર્ચામાં રહે છે. આ બધાની વચ્ચે બંનેના લગ્નને લઈને એક નવો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કપલ આ વર્ષે લગ્ન કરશે. હા બંનેએ આજ સુધી પોતાના સંબંધોની પુષ્ટિ કરી નથી. અને હંમેશા એકબીજાને ગુડ ફ્રેન્ડ્સ તરીકે ઈન્ટ્રોડ્યુસ કરતા રહે છે. ત્યારે બન્ને એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યાં છે.

સિદ્ધાર્થ અને કિયારા ડિસેમ્બરમાં કરશે લગ્ન
એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સિદ્ધાર્થ અને કિયારા આ વર્ષે ડિસેમ્બર મહિનામાં લગ્ન કરશે. આ અહેવાલ મુજબ, બંનેએ ડિસેમ્બરની એક તારીખ પણ નક્કી કરી છે, તે દિવસે સિદ્ધાર્થ અને કિયારા લગ્નના બંધનમાં બંધાશે. જોકે, બંનેના પરિવારમાંથી કોઈ આ લગ્ન વિશે વાત કરવા તૈયાર નથી. પરંતુ બંને તરફથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે લગ્ન બાદ બંને મુંબઈમાં ભવ્ય રિસેપ્શન પાર્ટી આપશે.
ભૂતકાળમાં પણ આ મુદ્દે ચર્ચાઓ ઉઠી હતી
તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં સિદ્ધાર્થ અને કિયારાના લગ્નને લઈને એક અન્ય રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સિદ્ધાર્થ અને કિયારા આવતા વર્ષે લગ્નના બંધનમાં બંધાઈ જશે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સિદ્ધાર્થ અને કિયારા એપ્રિલ 2023માં લગ્નના બંધનમાં બંધાશે. પણ 2023 પહેલા જ બંનેના લગ્નના નવા અહેવાલ સામે આવતા ચાહકોમાંં ખુશી જોવા મળી છે.

આ ફિલ્મથી શરુ થઈ બન્નેની લવ સ્ટોરી
નોંધનીય છે કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના સંબંધોની શરૂઆત ફિલ્મ ‘શેર શાહ’ના સેટ પર થઈ હતી. આ ફિલ્મમાં બંનેની જબરદસ્ત કેમેસ્ટ્રી હતી, પરંતુ રિયલ લાઈફમાં પણ બંને એકસાથે ખૂબ જ ક્યૂટ લાગે છે. થોડા સમય પહેલા સિદ્ધાર્થ અને કિયારાના બ્રેકઅપના સમાચાર પણ સામે આવ્યા હતા. પરંતુ હવે બંને સાથે છે અને ભૂતકાળમાં બોલિવૂડ સેલેબ્સના ઘરે યોજાતી દિવાળી પાર્ટીઓમાં પણ બંને સાથે જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: Koffee With Karan 7: સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણીએ તેમના સંબંધોનો કર્યો સ્વીકાર