ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલ

ઘરમાં ખૂબ આવે છે વંદા? આ ટિપ્સથી ખુણે ખુણેથી ભાગી જશે

Text To Speech
  • કીચનમાં જ્યારે વંદા જોઈએ ત્યારે સુગ ચઢે છે. મહિલાઓ માટે કીચનના વંદાઓ માથાનો દુખાવો બની જતા હોય છે. ઘણી વખત લોકો બજારમાં મળતા સ્પ્રે, કેમિકલ્સ અને દવાઓનો સહારો લે છે

કીચનમાં ક્યારેક વાસણોની ઉપર તો ક્યારેક ભોજનની આસપાસ આરોગ્યના દુશ્મન વંદાને ફરતા જોઈ શકાય છે. કીચનમાં જ્યારે વંદા જોઈએ ત્યારે સુગ ચઢે છે. મહિલાઓ માટે કીચનના વંદાઓ માથાનો દુખાવો બની જતા હોય છે. ઘણી વખત લોકો બજારમાં મળતા સ્પ્રે, કેમિકલ્સ અને દવાઓનો સહારો લે છે, પરંતુ સમસ્યા ઓછી થતી નથી. હવે જ્યારે આ દવાઓથી તે ભાગતા નથી તો તેના કારણે ઘરના સભ્યો બીમાર પણ પડી શકે છે. જો તમે પણ વંદાના આતંકથી પરેશાન હો તો મિનિટોમાં તેનો સફાયો કરવા માટે આ ટિપ્સ અપનાવો.

વંદાથી છૂટકારો મેળવો આ રીતે

ઘરમાં ખૂબ આવે છે વંદા? આ ટિપ્સથી ખુણે ખુણેથી ભાગી જશે hum dekhenge news

તમાલ પત્ર

જમવાનો સ્વાદ વધારનાર તમાલપત્ર ઘરમાંથી વંદાને ભગાડવામાં પણ મદદ કરી શકે છે. આ ઉપાય કરવા માટે તમે તમાલપત્રને હાથથી મસળીને તેનો ભુક્કો બનાવીને રસોડાના એ દરેક ખૂણામાં નાંખી દો જ્યાં વંદા આવતા હોય. તમાલપત્રની ગંધ ખૂણા ખૂણામાં છુપાયેલા વંદાને બહાર કરી શકે છે.

બોરિક પાવડર

બોરિક પાવડરને લોટમાં ગૂંથીને નાની ગોળીઓ બનાવી લો. હવે આ ગોળીઓને રસોડાના દરેક ખૂણામાં રાખી દો, જ્યાં વંદા આવતા હોય. હવે તમે જોઈ શકશો કે ધીમે ધીમે વંદા ગાયબ થઈ જશે.

લવિંગ

જમવાની વાનગીઓની સુગંધ વધારતા લવિંગ વંદાના દુશ્મન હોય છે. તમે રસોડામાંથી વંદાને ભગાડવા માટે લીમડાના તેલમાં લવિંગનો પાવડર નાંખીને સારી રીતે મિક્સ કરી લો. હવે આ તેલને સ્પ્રે બોટલમાં નાંખીને વંદા વાળી જગ્યાએ લગાવો. લવિંગની ગંધથી વંદા ભાગી જશે.

બેકિંગ સોડા

બેકિંગ સોડાની મદદથી તમે ઘરને વંદામુક્ત બનાવી શકો છો. આ માટે તમારે એક કપમાં પાણી, ખાંડ અને બેકિંગ સોડા લેવાનો છે. હવે આ મિશ્રણને એ જગ્યા પર નાંખી જ્યાં વંદા આવતા હોય. આ મિશ્રણમાં રહેલી ખાંડ વંદાને પોતાની તરફ ખેંચે છે તો બેકિંગ સોડા તેના માટે ઝેર સમાન છે. આ મિશ્રણની નજીક આવતા જ તે મરી જાય છે અથવા ભાગી જાય છે.

આ પણ વાંચોઃ ઘરમાં ફરી રહી હોય ગરોળી, તો તેને ભગાડો આ જબરજસ્ત રીતથી

Back to top button