Bollywood : એકતરફી પ્રેમમાં પડીને તૂટયુ આ સ્ટાર્સનું દિલ


Bollywood : લવ સ્ટોરીથી લઈને બોલિવૂડ સ્ટાર્સની બ્રેકઅપ સ્ટોરી સુધી દરેક વસ્તુની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થાય છે.ક્યારેક કોઈ સ્ટારના પ્રેમ સંબંધની વાત જાણીને લોકોને આશ્ચર્ય થાય છે તો ક્યારેક સ્ટાર્સના બ્રેકઅપના સમાચાર લોકોને અંદરથી તોડી નાખે છે. એવા ઘણા બોલિવૂડ સ્ટાર્સ છે જેમણે એકતરફી પ્રેમને કારણે દિલ તોડી નાખ્યું છે.

બોલિવૂડ એક્ટ્રેસ પરવીન બાબી આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટ સાથે એક તરફી પ્રેમમાં હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એકવાર પરવીન બાબી મહેશ ભટ્ટની પાછળ રોડ પર નગ્ન થઈને દોડી હતી.

બોલિવૂડના સૌથી ચર્ચિત સ્ટાર્સમાંના એક ગોવિંદા અભિનેત્રી નિલમ સાથે એક તરફી પ્રેમમાં હતા. પરંતુ ગોવિંદાના પ્રેમને તેની મંઝિલ ન મળી

બોલિવૂડ અભિનેત્રી જિયા ખાન હવે આ દુનિયામાં નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જિયા ખાન એક્ટર સૂરજ પંચોલી સાથે એકતરફી પ્રેમમાં હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કરણ જોહરે ટ્વિંકલ ખન્નાને પ્રપોઝ કર્યું હતું, પરંતુ એક્ટ્રેસે તેને કરણને ઠુકરાવી દીધી હતી. કરણ જોહર ટ્વિંકલ ખન્ના સાથે એકતરફી પ્રેમમાં હતો.

કંગના રનૌત બોલિવૂડ એક્ટર રિતિક રોશન સાથે એકતરફી પ્રેમમાં હતી. જ્યારે તેમના અફેરના સમાચાર સામે આવ્યા ત્યારે તેના વિશે ઘણી ચર્ચા થઈ હતી.

વહીદા રહેમાન અને ગુરુ દત્તની લવસ્ટોરી ઘણી ચર્ચામાં રહી.લગ્ન કર્યા પછી પણ ગુરુ દત્ત વહીદા રહેમાનને એકતરફી પ્રેમ કરવા લાગ્યા હતા.

બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી ટાઇગર શ્રોફને પ્રેમ કરતી હતી. રિપોર્ટ્સ અનુસાર, તે ટાઇગર શ્રોફ સાથે લગ્ન કરવા પણ ઇચ્છતી હતી. પરંતુ થોડા સમય પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું.
આ પણ વાંચો : Made In Heaven 2ની સકસેસ પાર્ટી,સ્ટારકાસ્ટએ કરાવ્યું ફોટોશૂટ