ટ્રેન્ડિંગમનોરંજન

IIFAમાં ધૂમ મચાવવા બોલિવૂડ સ્ટાર્સ તૈયાર, 25 વર્ષમાં ફક્ત એક વાર ભારતમાં થઈ છે સેરેમની

  • IIFAમાં ધૂમ મચાવવા બોલિવૂડ સ્ટાર્સ અબુધાબી પહોંચી ચૂક્યા છે. સતત ત્રીજી વખત અહીં IIFA એવોર્ડનું આયોજન થઈ રહ્યું છે. IIFA એવોર્ડસની 25મી એનિવર્સરી છે

HD ન્યુઝ ડેસ્કઃ ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સ (IIFA 2024) આજે 27 સપ્ટેમ્બરની સાંજથી શરૂ થઈ રહ્યા છે. આ વર્ષે આ મેગા ઈવેન્ટ અબુ ધાબીના યેસ આઈલેન્ડમાં યોજાવા જઈ રહી છે. જેમાં શાહરૂખ ખાન, કરણ જોહર, વિકી કૌશલ હોસ્ટ કરવાના છે. આ માટે તે અબુધાબી પણ પહોંચી ગયા છે. આ સિવાય શાહિદ કપૂર, રેખા, કૃતિ સેનન, ઉવર્શી, રૌતેલા, અનન્યા પાંડે, બોબી દેઓલ, સિદ્ધાંત ચતુર્વેદી, ઐશ્વર્યા રાય પણ ત્યાં પહોંચ્યા છે. આ એવોર્ડ સમારંભ ત્રણ દિવસ ચાલશે. આ વર્ષે સતત ત્રીજી વખત અબૂ ધાબી આ સમારંભને હોસ્ટ કરી રહ્યું છે. 25 વર્ષના ઈતિહાસમાં માત્ર એક જ વખત ભારતમાં એવોર્ડ સેરેમની આયોજિત થઈ હતી. જોકે બોલિવૂડ સ્ટાર્સ આ એવોર્ડમાં 17થી વધુ દેશમાં ધૂમ મચાવી ચૂક્યા છે. દુનિયાની સૌથી મોટી ફિલ્મ ઈન્ડસ્ટ્રી બોલિવૂડ માટે આ એવોર્ડ સૌથી પ્રતિષ્ઠિત માનવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

ઐશ્વર્યા આરાધ્યા સાથે અબુ ધાબી પહોંચી

તાજેતરમાં અભિનેત્રી ઐશ્વર્યા રાયે પેરિસ ફેશન વીકમાં જલવો વિખેર્યો હતો. હવે તે IIFA એવોર્ડ્સ 2024 માં હાજરી આપવા માટે અબુ ધાબી પહોંચી છે. અબુ ધાબી એરપોર્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અભિનેત્રી તેની પુત્રી આરાધ્યા સાથે જોવા મળી રહી છે. અનન્યા પાંડે પણ એરપોર્ટ પર ક્લિક થઈ હતી. આ ઉપરાંત અબૂ ધાબીથી બોબી દેઓલ અને સિદ્ધાંત ચતુર્વેદીનો પણ એક વીડિયો સામે આવ્યો હતો.

IIFAમાં ધૂમ મચાવવા બોલિવૂડ સ્ટાર્સ તૈયાર, 25 વર્ષમાં ફક્ત એક વાર ભારતમાં થઈ છે સેરેમની hum dekhenge news

આ એવોર્ડની શરૂઆત વર્ષ 2000માં થઈ હતી

વર્ષ 2000માં યુરોપિયન દેશ ઈંગ્લેન્ડની રાજધાની લંડનમાં પ્રથમ વખત આ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડમાં બોલિવૂડ અને હોલિવૂડ સ્ટાર્સે એકસાથે ભાગ લીધો હતો. આ એવોર્ડ શોમાં ચીનના સ્ટાર જેકી ચેનને પણ ઓનરરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2001માં આ એવોર્ડનું આયોજન દક્ષિણ આફ્રિકાના સનસિટીમાં કરવામાં આવ્યું હતું. આ શોને પ્રિયંકા ચોપરાએ હોસ્ટ કર્યો હતો. 2002માં, મલેશિયાના જેન્ટિંગ હાઈલેન્ડ શહેરમાં આ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન લારા દત્તાએ કર્યું હતું. 2003માં દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગ શહેરમાં આ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું અને અનિલ કપૂર સાથે દિયા મિર્ઝા હોસ્ટ હતી.

ત્યારબાદ 2004માં, આ એવોર્ડ સિંગાપોરમાં યોજાયો હતો જેનું આયોજન રાહુલ ખન્ના અને સેલિના જેટલીએ કર્યું હતું. આ વર્ષે જયા બચ્ચનને ફિલ્મ ‘કલ હો ના હો’ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2005માં, આ એવોર્ડ નેધરલેન્ડમાં યોજાયો હતો અને કરણ જોહર સાથે ફરદીન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 2006માં દુબઈ, 2007માં યુકે, 2008માં થાઈલેન્ડ, 2009માં મકાઉ, 2010માં શ્રીલંકા, 2011માં કેનેડા, 2012માં સિંગાપોર, 2013માં ચીન, 2014માં યુએસએ, 2015માં મલેશિયા, 2016માં સ્પેન, 2017માં અમેરિકા અને 2018માં થાઈલેન્ડમાં આ એવોર્ડ આયોજિત કરવામાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by IIFA Awards (@iifa)

આ એવોર્ડનું આયોજન ભારતમાં માત્ર એક જ વાર કરવામાં આવ્યું

વર્ષ 2019 એ એકમાત્ર એવું વર્ષ છે જ્યારે આઈફા એવોર્ડ્સ ભારતમાં યોજાયા હતા. મુંબઈમાં યોજાયેલા આ એવોર્ડ શોને આયુષ્માન ખુરાના અને તેના ભાઈ અપારશક્તિ ખુરાનાએ હોસ્ટ કર્યો હતો. આ વર્ષે સલમાન ખાન, રણવીર સિંહ, વિકી કૌશલ, સારા અલી ખાન, કેટરિના કૈફ અને માધુરી દીક્ષિતે પોતાના પર્ફોર્મન્સથી શોને શાનદાર બનાવ્યો હતો. 2019 પછી, આ એવોર્ડ કોરોનાના કારણે હોલ્ડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 2022, 2023 અને હવે 2024માં અબુધાબીમાં આ શો આયોજિત કરાયો છે.

આ પણ વાંચોઃ કોહલીને મેદાન પર જતો જોઈ ગ્રાઉન્ડ સ્ટાફકર્મી પગે લાગવા પહોંચ્યો, જૂઓ વાયરલ વીડિયો

Back to top button