સલમાન ખાનની ઈદ પાર્ટીમાં બોલિવૂડ સ્ટાર્સનો મેળાવડો, જુઓ વીડિયો

- સલમાન ખાનની નવી રિલીઝ થયેલી ફિલ્મ ‘સિકંદર’ હાલમાં ધૂમ મચાવી રહી છે. ઈદની ઉજવણી માટે ભાઈજાન તરફથી મળેલી આ ભેટ ચાહકો માટે ખૂબ જ ખાસ છે
HD ન્યુઝ ડેસ્કઃ દબંગ અભિનેતા સલમાન ખાનની નવી રિલીઝ થયેલી ફિલ્મ ‘સિકંદર’ હાલમાં ધૂમ મચાવી રહી છે. ઈદની ઉજવણી માટે ભાઈજાન તરફથી મળેલી આ ભેટ ચાહકો માટે ખૂબ જ ખાસ છે. અભિનેતાએ ઈદના અવસર પર એક ખાસ પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવૂડના તમામ સ્ટાર્સ હાજર રહ્યા હતા.
View this post on Instagram
સલમાને પણ તેની ઈદ પાર્ટીમાં દબંગ લુકમાં હાજરી આપી હતી, પરંતુ આ વખતે તે પરંપરાગત પઠાણી કુર્તામાં નહીં પરંતુ કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો. સલમાન ખાને કાળા ટી-શર્ટ સાથે ગ્રે જેકેટ પહેર્યું હતું. તે જ સમયે, તેનું અનોખું જીન્સ ચર્ચામાં રહ્યું હતું, જેના પર મિકી માઉસ કાર્ટૂન પ્રિન્ટ કરેલું હતું.
View this post on Instagram
31 માર્ચે ઈદના અવસર પર, સુપરસ્ટાર સલમાન ખાને એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં ફિલ્મ ઉદ્યોગના ઘણા મોટા સ્ટાર્સે ભાગ લીધો હતો. આ પાર્ટી બોલિવૂડની સૌથી મોટી પાર્ટીઓમાંની એક છે, તેથી સેલેબ્સ પણ આ મચ અવેઈટેડ ઇવેન્ટનો ભાગ બને છે. રિતેશ દેશમુખ ગઈકાલે રાત્રે સલમાન ખાનની ઈદ પાર્ટીમાં તેની પત્ની જેનેલિયા ડિસોઝા સાથે પહોંચ્યો હતો.
View this post on Instagram
સોનાક્ષી સિંહા લગ્ન પછી પહેલીવાર તેના પતિ ઝહીર ઇકબાલ સાથે ઇદની ઉજવણીમાં જોડાઈ હતી. સોનાક્ષી ક્રીમ-વ્હાઇટ રંગના કુર્તા-પાયજામાં જોવા મળી હતી, જ્યારે ઝહીર ઓફ-વ્હાઇટ આઉટફિટમાં ખૂબ જ સુંદર દેખાતો હતો.
View this post on Instagram
90ના દાયકાની અભિનેત્રી સોનાલી બેન્દ્રે પરંપરાગત ગુલાબી રંગના સૂટમાં જોવા મળી હતી જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
View this post on Instagram
સલમાન ખાનનો બોડીગાર્ડ શેરા પહેલી વાર તેના દીકરા સાથે જોવા મળ્યો. ભાઈજાનની ઈદ પાર્ટીમાં શેરા તેના અનોખા સ્વેગમાં જોવા મળ્યો હતો.
આ પણ વાંચોઃ ડાયરેક્ટર સનોજ મિશ્રાની ધરપકડ થતાં પોક મુકીને રડી મોનાલિસા? શરુ થાય તે પહેલા જ કરિયર ખતમ