બોલીવુડના સ્ટાર કિડ્સ ભાઈ-બહેનની જોડી


બોલિવૂડ સ્ટાર કિડ્સ ભાઈ-બહેનની કેટલીક એવી જોડીઓ છે જે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અર્જુન કપૂર-અંશુલા કપૂર, રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર પણ આ લિસ્ટમાં સામેલ છે.

જેકી શ્રોફના પુત્રો ટાઈગર શ્રોફ અને ક્રિષ્ના શ્રોફ ભાઈ અને બહેનની પ્રખ્યાત જોડી છે. ટાઈગર બોલિવૂડની તમામ ફિલ્મોમાં જોવા મળ્યો છે, જ્યારે ક્રિષ્ના લાઈમ લાઈટથી દૂર રહે છે.

શાહરૂખ ખાન અને ગૌરી ખાનના ત્રણ બાળકો હેડલાઇન્સમાં રહે છે. સુહાના ખાન બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આર્યન, સુહાના અને અબરામ પણ ફેવરિટ ભાઈ-બહેનની જોડી છે.

શાહિદ કપૂર અને મીરા કપૂરના બંને બાળકો મીશા કપૂર-ઝૈન કપૂરની એક ઝલક મેળવવા ચાહકો ઉત્સુક છે.

બોલિવૂડ સ્ટાર કિડ્સની યાદીમાં રણબીર કપૂર અને રિદ્ધિમા કપૂર પણ સામેલ છે.

જો કે અર્જુન કપૂરની સોનમ કપૂર, જ્હાન્વી કપૂર જેવી ઘણી પિતરાઈ બહેનો છે પરંતુ તેની અસલી બહેન અંશુલા કપૂર છે જેની સાથે તે પોતાના ફોટા શેર કરતો રહે છે.

સારા અલી ખાન બોલિવૂડની ઉભરતી અભિનેત્રી છે, જ્યારે તેનો ભાઈ ઈબ્રાહિમ અલી ખાન પણ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે બોલિવૂડમાં પગ મૂકવા જઈ રહ્યો છે. આ ભાઈ-બહેનની જોડી પણ ખૂબ ચર્ચામાં છે.
સૈફ અલી ખાનનો પુત્ર તૈમુર અલી ખાન અને સોહા અલી ખાનની પુત્રી ઇનાયા. આ બંને ભાઈ-બહેનની ક્યૂટ જોડી દરેકને પસંદ છે.