બોલિવૂડ સ્ટાર એક્ટર સંજય દત્તે પણ ક્રિકેટમાં હાથ અજમાવ્યો; જાણો કઇ ટીમનો ખરીદ્યો હિસ્સો
મુંબઈ: ભારતીય હિન્દી ફિલ્મ સ્ટાર અભિનેતા સંજય દત્તે પણ ક્રિકેટની દુનિયામાં પોતાનો હાથ અજમાવ્યો છે. સંજય દત્તે જિમ એફ્રો T10 ફ્રેન્ચાઇઝી હરારે હરિકેન્સ ટીમમાં હિસ્સો ખરીદ્યો છે. સંજય દત્ત બોલિવૂડનો પહેલો એક્ટર નથી જેણે ક્રિકેટ ટીમમાં હિસ્સો લીધો હોય. આ પહેલા પણ શાહરૂખ ખાન, જુહી ચાવલા, સલીમ ખાન જેવા મોટા નામોએ પણ ફ્રેન્ચાઇઝ લીગ ટીમો ખરીદી છે અથવા ટીમો સાથે હિસ્સો ધરાવે છે.
જિમ એફ્રો ટી10 લીગ 20 જુલાઈથી શરૂ થશે અને ફાઈનલ મેચ 29 જુલાઈએ રમાશે. આ લીગમાં રમાતી તમામ મેચો હરારેમાં આયોજિત કરવામાં આવશે. સંજય દત્ત હરારે હરિકેન્સના સહ-માલિક તરીકે લીગમાં જોડાયો છે. સંજય દત્ત ARIES ગ્રૂપ ઓફ કંપનીના સ્થાપક ચેરમેન અને CEO સર સોહન રોય સાથે ફ્રેન્ચાઈઝીના સહ-માલિક હશે. ક્રિકેટની દુનિયામાં બંને વચ્ચે આ પ્રથમ ભાગીદારી હશે.
આ પણ વાંચો- ગાંધીનગર: CM ભૂપેન્દ્ર પટેલે 9 પ્રોબેશ્નરી IAS અધિકારીઓ સાથે કરી મુલાકાત
જિમ એફ્રો T10 ઝિમ્બાબ્વેમાં પ્રથમ ફ્રેન્ચાઇઝી ક્રિકેટ હશે અને તેમાં પાંચ ટીમો હશે. હરારે હરિકેન્સ ઉપરાંત આ લીગમાં અન્ય ચાર ટીમો ડરબન કલંદર્સ, કેપ ટાઉન સેમ્પ આર્મી, બુલાવેયો બ્રેવ્સ અને જોબર્ગ લાયન્સ હશે. ટુર્નામેન્ટ માટે ખેલાડીઓનો ડ્રાફ્ટ 2 જુલાઈએ હરારેમાં એક ભવ્ય સમારોહમાં થશે.
ઝિમ્બાબ્વે ક્રિકેટના મેનેજિંગ ડિરેક્ટર ગિવમોર માકોનીએ કહ્યું કે તે ખૂબ જ પ્રોત્સાહક છે કે મનોરંજનની દુનિયાના કેટલાક મોટા નામોએ જિમ એફ્રો ટી10 લીગમાં રસ દાખવ્યો છે અને તેમાં યોગદાન આપ્યું છે. આ ટુર્નામેન્ટનો પ્રતિસાદ સારો રહ્યો છે અને અમને આશા છે કે હરારે હરિકેન્સ આવતા મહિને ટુર્નામેન્ટમાં સારો દેખાવ કરશે.
હરારે હરિકેન્સના સહ-માલિક સંજય દત્તે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભારતમાં ક્રિકેટ એક ધર્મ સમાન છે અને સૌથી મોટા રમત રાષ્ટ્રોમાંના એક હોવાને કારણે મને લાગે છે કે આ રમતને વિશ્વના ખૂણે ખૂણે લઈ જવી એ આપણી ફરજ છે. ઝિમ્બાબ્વેનો રમતગમતમાં સમૃદ્ધ ઇતિહાસ છે અને તેની સાથે સંકળાયેલા રહેવું અને ચાહકોને સારો સમય પસાર કરવામાં મદદ કરવી એ મને ખરેખર આનંદ આપે છે. પોતાની ટીમ વિશે વાત કરતી વખતે તેમણે કહ્યું કે હું જીમ એફ્રો T10માં હરારે હરિકેન્સના સારા પ્રદર્શનની અપેક્ષા રાખું છું.
આ પણ વાંચો- ‘આદિપુરુષ’ વિવાદથી ફિલ્મ’ઝરા હટકે જરા બચકે’ને થયો ફાયદો, કરી આટલી કમાણી