સોનુ સૂદની ધરપકડ થશે? જાણો શું છે મામલો


પંજાબ, 7 ફેબ્રુઆરી 2025 : બોલિવૂડ અભિનેતા સોનુ સૂદની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ગુરુવારે લુધિયાણાની એક કોર્ટે છેતરપિંડીના કેસમાં જુબાની આપવાનું ટાળવા બદલ અભિનેતા સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે.
સમન્સ મોકલવાનું કારણ
સોનુ સૂદને લુધિયાણા સ્થિત વકીલ રાજેશ ખન્ના દ્વારા દાખલ કરાયેલા કેસના સંદર્ભમાં સમન્સ પાઠવવામાં આવ્યું હતું, જેમાં મોહિત શુક્લા નામના વ્યક્તિ પર 10 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
શું છે મામલો?
વકીલ ખન્નાએ એવો આરોપ લગાવ્યો હતો કે શુક્લાએ તેને નકલી રિજિકા સિક્કાઓમાં નિવેશ કરવા માટે લાલચ આપી હતી. આ કેસમાં અભિનેતા સોનુ સૂદને જુબાની આપવાની હતી. તાજેતરમાં ફિલ્મ ફતેહ બનાવનાર અભિનેતાને છાશવારે સમન્સ જારી કરવામાં આવ્યા હતા, પરંતુ તેણે પર કોઈ ધ્યાન આપ્યું ન હતું, આ કારણે કોર્ટે તેમની સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું.
સોનુ સૂદ ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવા કરાશે?
લુધિયાણા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રમણપ્રીત કૌરે એક વોરંટ પણ જારી કર્યું છે. આ વોરંટ મુંબઈના અંધેરી પશ્ચિમમાં આવેલા ઓશિવારા પોલીસ સ્ટેશનને મોકલવામાં આવ્યું છે, જેમાં તેમને અભિનેતાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો : દિલ્હીમાં પરિણામો પૂર્વે મોટી રાજકીય હલચલ, કેજરીવાલે તમામ 70 ઉમેદવારોની બેઠક બોલાવી
જુનાગઢ મનપા ચૂંટણી પહેલાં કોંગ્રેસના બે સત્તાવાર ઉમેદવારોએ કેસરિયો ધારણ કરી લીધો
ગુગલ પે, પેટીએમ જેવી બિલ પેમેન્ટની સુવિધા હવે આ મેસેજિંગ એપમાં મળશે જોવા
રવિન્દ્ર જાડેજા નંબર 1 બન્યો, નાગપુર ODI માં કર્યું આ કારનામું, રચ્યો ઇતિહાસ