દેશભક્તિના રંગે રંગાયું બોલિવૂડ, અક્ષય કુમાર સહિતના સ્ટાર્સે પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી
26 જાન્યુઆરી, 2024: આજે 26 જાન્યુઆરીએ ભારત તેનો 75મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું છે. દર વર્ષની જેમ આ વખતે પણ બોલિવૂડ સ્ટાર્સ દેશભક્તિના રંગમાં સજ્જ જોવા મળી રહ્યા છે. ઈન્ડસ્ટ્રીના તમામ સેલેબ્સે તેમના ફેન્સને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી છે.
અનુપમ ખેર
પીઢ અભિનેતા અનુપમ ખેરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી છે, જેમાં દેશના જવાનોને પરેડ કરતા જોઈ શકાય છે.
આ પોસ્ટ શેર કરતી વખતે અનુપમ ખેરે કેપ્શનમાં લખ્યું છે કે, ‘પ્રજાસત્તાક દિવસ પર તમામ ભારતીયોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ! આ વીડિયો બોમ્બે સેપર્સના રિહર્સલના વોટ્સએપ ફોરવર્ડ પરથી આવ્યો છે. આ યુનિટનું નેતૃત્વ મહિલા અધિકારી રુચિ યાદવ કરી રહી છે. આ વિડિયોના બેકગ્રાઉન્ડમાં એક સામાન્ય ભારતીય નાગરિકનો અવાજ રેકોર્ડ કરવામાં આવ્યો છે.એ અવાજમાં કેટલું ગૌરવ છે! આ છે આજના ભારતનું ગૌરવ! જય હિન્દ! ભારત માતા ચિરંજીવ રહે.’
View this post on Instagram
અક્ષય કુમાર
હંમેશની જેમ આ વખતે પણ સાચા દેશભક્ત અક્ષય કુમારે તમામ દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી છે. આ ખાસ અવસર પર અક્ષયે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેની સાથે ટાઈગર શ્રોફ પણ દેશભક્તિના રંગમાં સજ્જ જોવા મળે છે.
View this post on Instagram
વીડિયોમાં આ બંને સ્ટાર્સ હાથમાં ત્રિરંગો લઈને બીચ પર દોડતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરતી વખતે ખિલાડી કુમારે ન્યૂ ઈન્ડિયાના કેપ્શનમાં લખ્યું, ‘નવો આત્મવિશ્વાસ, નવું વિઝન… આપણો સમય આવી ગયો છે. હેપ્પી રિપબ્લિક ડે..’ ફેન્સને અક્ષયની આ સ્ટાઇલ ખૂબ જ પસંદ આવી રહી છે.