શું અર્જુન કપૂર મલાઈકા અરોરા સાથે દગો કરી રહ્યો છે?
કરણ જોહરના શોમાં અવારનવાર આવા રહસ્યો સામે આવતા હોય છે. જેને સાંભળીને માત્ર ચાહકો જ નહીં પરંતુ ઘણા કલાકારોના હોશ ઉડી જાય છે. વરુણ ધવન અને અનિલ કપૂર આ અઠવાડિયે કરણના શોમાં ખાસ મહેમાન તરીકે પહોંચ્યા હતા. જેનો પ્રોમો પણ સામે આવ્યો છે. વરુણ ધવને કોફી વિથ કરણ 7માં તેના ખાસ મિત્ર અર્જુન કપૂરને ખૂબ ટ્રોલ કર્યો હતો. રેપિડ ફાયર રાઉન્ડમાં વરુણે અર્જુનને ટાર્ગેટ કરવાનો કોઈ મોકો છોડ્યો ન હતો. પરંતુ થોડા શબ્દોમાં વરુણ ધવને ખાસ મિત્ર અર્જુન કપૂર વિશે એવી વાત કહી જે ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા માટે આઘાતજનક હોઈ શકે છે.
View this post on Instagram
વરુણ ધવને અર્જુન કપૂરની ઓનલાઈન ચેટિંગનું રહસ્ય જાહેર કર્યું
કોફી વિથ કરણમાં રેપિડ ફાયર રાઉન્ડ દરમિયાન વરુણ ધવને અર્જુન કપૂરની ઓનલાઈન ચેટિંગનું રહસ્ય અનિલ કપૂર અને કરણ જોહર સામે જાહેર કર્યું હતું. કરણ જોહરે વરુણ ધવનને પૂછ્યું કે ઇન્ડસ્ટ્રીમાં એવો કયો અભિનેતા છે જે ખૂબ બડાઈ કરે છે. આ સવાલ સાંભળ્યા પછી વરુણે ખચકાટ વિના અર્જુન કપૂરનું નામ લીધું. આ સાંભળીને અનિલ કપૂરે ભત્રીજાનો બચાવ કર્યો અને કહ્યું કે તેણે પોતાના ભત્રીજા વિશે આવી વાત ન કરવી જોઈએ. અનિલ કપૂરની વાતનો જવાબ આપતા વરુણ ધવને કહ્યું, ‘ તે એક શોખીણ માણસ છે’. વરુણ અહીં અટક્યો નહી તેણે કરણને શબ્દો અને હાવભાવમાં પણ કહ્યું કે, ‘અર્જુન ક્યારેક ફ્લર્ટ કરે છે, પરંતુ એકવાર બધું બરાબર થઈ જાય છે. વરુણની આ વાત સાંભળીને કરણ જોહર પણ ચોંકી ગયો હતો.
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર એકબીજાને કરે છે ડેટ
વરુણના ખુલાસાથી મલાઈકા-અર્જુનના સંબંધો અંગે અનિલ કપૂરની ચિંતા વધી ગઈ છે. વરુણ ધવનના ભત્રીજા અર્જુન કપૂર વિશે આવી વાતો સાંભળ્યા બાદ અનિલ કપૂરને તેના અને મલાઈકા અરોરાના સંબંધોની ચિંતા થવા લાગી. અનિલ કપૂરે કહ્યું, ‘તે બ્રેકઅપ કરશે’. આ સાંભળીને વરુણ ધવને તરત જ કહ્યું, ‘ના-ના તે નહીં થાય’. તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને વર્ષ 2017માં પતિ અરબાઝ ખાનથી અલગ થયા બાદ બંનેએ વર્ષ 2019માં એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પોતાના સંબંધોની સત્તાવાર જાહેરાત કરી હતી.