ટોપ ન્યૂઝમનોરંજન

બોલિવૂડ એક્ટ્રેસ પૂનમ પાંડેએ ગોવામાં ન્યૂડ ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી કરી, સ્થાનિકોએ પોલીસ કેસ કર્યો

Text To Speech

બોલિવૂડ ડેસ્કઃ એક્ટ્રેસ પૂનમ પાંડે ગોવામાં ન્યૂડ ફોટોશૂટ અને વીડિયોગ્રાફીના મામલામાં કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે, ગોવા પોલીસે પૂનમ પાંડે વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આ પહેલાં વર્ષ 2020માં પૂનમ પાંડે સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પૂનમ પાંડે પર ચપોલી ડેમ પર વાંધાજનક વીડિયો બનાવીને નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. આ કેસમાં પૂનમ પાંડે ઉપરાંત ગોવા પોલીસે તેના પતિ સેમ બોમ્બેનો પણ સમાવેશ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, પૂનમ પાંડે તેના પતિ સેમ સાથે વર્ષ 2020માં કાનકોનાની મુલાકાતે ગઈ હતી. જ્યાં પૂનમ પાંડે પર સાર્વજનિક સ્થળે ખોટી રીતે વીડિયો શૂટ કરવાનો આરોપ છે. આ ઉપરાંત ડાન્સ પણ કર્યો હતો. જેના કારણે કેટલાક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પૂનમ પાંડેએ તે વીડિયો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો જે પછીથી વાયરલ થયો હતો. રોષે ભરાયેલા સ્થાનિકોએ પૂનમ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી. જે બાદ પૂનમ સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

હાલમાં જ કંગના રનૌતના શો લોકઅપમાં જોવા મળેલી પૂનમ પાંડે પોતાની પ્રાઈવેટ એપ ચલાવે છે. જેમાં તે પોતાના ન્યૂઝ વીડિયો અને ફોટો શેર કરે છે. આ એપને સબસ્ક્રાઈબ કરવા માટે અલગ-અલગ ચાર્જ પણ લેવામાં આવે છે. આના માટે જ પૂનમ પાંડે વીડિયો શૂટ કરી રહી હતી. પૂનમ પાંડે પહેલેથી જ ટોપલેસ હોવાના કારણે વિવાદોમાં ફસાઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, પૂનમ પાંડેએ પણ નશા ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

Back to top button