ટ્રેન્ડિંગમનોરંજન

આ છે ભારતની સૌથી અમીર અભિનેત્રી, શાહરૂખ સાથે કરે છે બિઝનેસ; જાણો નેટવર્થ

Text To Speech

મુંબઈ, 2 જાન્યુઆરી 2025 :    90ના દાયકાની આ અભિનેત્રી અત્યારે ફિલ્મોમાં બહુ સક્રિય નથી. વર્ષ 2024માં તેમની કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી. વર્ષ 2023માં તેણે એક ફિલ્મ અને વેબ સિરીઝમાં કામ કર્યું છે. શું તમે આ અભિનેત્રીને તમે ઓળખી? ના! 1984માં આ અભિનેત્રીએ મિસ ઈન્ડિયાનો તાજ જીત્યો હતો. હજુ પણ ના ઓળખીને? ચાલો તમને વધુ એક સંકેત આપીએ. તે ભારતની સૌથી અમીર અભિનેત્રી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

અભિનેત્રીનું નામ
આ અભિનેત્રીનું નામ છે જુહી ચાવલા. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024 અનુસાર ભારતમાં 335 અબજોપતિ છે. આ લિસ્ટમાં જૂહીનું નામ ટોપ 20માં સામેલ થઈ ગયું છે. જુહીને ભારતની સૌથી અમીર અભિનેત્રી ગણાવવામાં આવી છે. આ યાદી અનુસાર શાહરૂખ ખાનની કુલ સંપત્તિ 7300 કરોડ રૂપિયા છે. જ્યારે તેના મિત્ર અને બિઝનેસ પાર્ટનર જૂહી ચાવલા અને પરિવારની કુલ સંપત્તિ 4600 કરોડ રૂપિયા છે.

Juhi Chawala - Hum Dekhenge News
Juhi Chawala with Shah Rukh Khan

જુહી ચાવલા શું કરે છે?
અભિનયની સાથે જુહી ચાવલા બિઝનેસ પણ ચલાવે છે. 1999 માં, જુહીએ તેના મિત્ર શાહરૂખ ખાન અને ડિરેક્ટર અઝીઝ મિર્ઝા સાથે મળીને ડ્રીમ્ઝ અનલિમિટેડ નામની પ્રોડક્શન કંપની ખોલી. બાદમાં તેણે આ કંપનીનું નામ બદલીને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ કરી દીધું. રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે અત્યાર સુધીમાં ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’, ‘મેં હૂં ના’, ‘ઓમ શાંતિ ઓમ’, ‘જવાન’, ‘ડંકી’ સહિત ઘણી ફિલ્મોનું નિર્માણ કર્યું છે.

આઇપીએલ ટીમ
જુહી આઈપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સની કો-ઓનર પણ છે. રિપોર્ટ્સ અનુસાર આ ટીમની વર્થ 21.6 કરોડ રૂપિયા છે..

આ પણ વાંચો : બાંગ્લાદેશ: ચિન્મય દાસના જામીન પર આજે સુનાવણી, બહાર આવશે હિન્દુ સંત?

Back to top button